મંતવ્ય વિશેષ/ રાજાની શાહી શક્તિનું પ્રતીક છે સેંગોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદભવનનું ઉદઘાટન કરશે. નવી સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. જે દિવસે સંસદ રાષ્ટ્રને સમર્પિત કરાશે એ દિવસે તામિલનાડુથી આવેલા વિદ્વાનો દ્વારા પીએમને સેંગોલ આપવામાં આવશે, ત્યાર બાદ સંસદમાં આ કાયમી સ્થાપિત થશે. શું છે આ સેંગોલ જોઈએ અહેવાલ

Mantavya Exclusive
Untitled 104 15 રાજાની શાહી શક્તિનું પ્રતીક છે સેંગોલ
  • સેંગોલ સોંપવું સત્તાનું હસ્તાંતરણ દર્શાવતું હતું
  • લોર્ડ માઉન્ટબેટન દ્વારા નહેરુને સેંગોલ સોંપાયું હતું
  •  સેંગોલ એટલે સંપત્તિથી સંપન્ન
  • સેંગોલ ચોલ સામ્રાજ્ય સાથે સંકળાયેલું છે

સેંગોલ સંસ્કૃત શબ્દ “સંકુ” પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે “શંખ”. હિંદુધર્મમાં શંખ ​​એક પવિત્ર વસ્તુ છે અને એનો વારંવાર સાર્વભૌમત્વના પ્રતીક તરીકે ઉપયોગ થતો હતો. રાજદંડ એ ભારતીય સમ્રાટની શક્તિ અને સત્તાનું પ્રતીક હતું. એ સોના અથવા ચાંદીથી બનેલું હતું અને ઘણી વખત કીમતી મૂલ્યવાન પથ્થરોથી શણગારવામાં આવતું હતું. સેંગોલ રાજદંડ ઔપચારિક પ્રસંગોએ સમ્રાટ દ્વારા લઈ જવામાં આવતો હતો અને એનો ઉપયોગ તેમના આધિકારોને દર્શાવવા માટે કરવામાં આવતો હતો. સેંગોલને સત્તાના હસ્તાંતરણનું પ્રતીક પણ માનવામાં આવે છે.

ભારતમાં સેંગોલનો ઈતિહાસ ઘણો જૂનો છે. એનો સૌપ્રથમ ઉપયોગ મૌર્ય સામ્રાજ્ય (322-185 ઈસ પૂર્વ) દ્વારા કરવામાં આવ્યો હતો. આ પછી ગુપ્ત સામ્રાજ્ય (320-550 ઈસ) ફરીથી ચોલા વંશ હેઠળ આવ્યું, જ્યાં એનો વધુ ઉપયોગ થતો હતો. બાદમાં એ મુઘલો પાસે આવ્યું અને જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એનો કબજો લઈ લીધો.

At new Parliament inauguration, PM to be handed over sceptre given to Nehru on eve of Independence | India News,The Indian Express

સેંગોલ એ ચોલા સામ્રાજ્યની પરંપરા રહી છે. જ્યારે પણ કોઈ રાજા બનતા હતા ત્યારે તેમને આ રાજદંડ આપવામાં આવતો હતો. સેંગોલનો અર્થ છે – સંપત્તિથી સંપન્ન.

સેંગોલ એ રાજાની શાહી શક્તિનું પ્રતીક છે. 14 ઓગસ્ટ, 1947ના રોજ પંડિત નેહરુને સેંગોલ સોંપવામાં આવ્યું હતું, એને ચાંદી પર સોનાનો ઢોળ ચઢાવીને આધિનમ દ્વારા આપવામાં આવેલા વિશેષ ઑર્ડરથી બનાવવામાં આવ્યું હતું. મદ્રાસના ઝવેરી વુમ્મીડી બંગારુ ચેટ્ટીએ હસ્તકલા કારીગરીથી બનાવ્યું હતું. આ સેંગોલની ટોચ પર નંદી બિરાજમાન છે.

ચોલા ભારતીય ઉપખંડમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા રાજવંશોમાંના એક હતા. ચેરાઓ અને પાંડ્યો સાથે તમિલકમના ત્રણ અભિષિક્ત રાજાઓમાંના એક તરીકે ચોલા વંશે 13મી સદી સુધી અલગ-અલગ પ્રદેશો પર શાસન કર્યું. એક રાજા દ્વારા તેના અનુગામીને સેંગોલ સોંપવુ સત્તાનું હસ્તાંતરણ દર્શાવતું હતું. આ જ શક્તિશાળી પ્રતીકને ઓગસ્ટ 1947માં ભારતીય સ્વંતત્રતાને ચિહ્નિત કરવા માટે અપનાવવામાં આવ્યું હતું.

ઓગસ્ટ 1947- જેમ જેમ સત્તાના હસ્તાંતરણનો દિવસ નજીક આવી રહ્યો હતો, લોર્ડ માઉન્ટબેટને પંડિત જવાહરલાલ નહેરુને પૂછ્યું કે આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે કયું આયોજન અથવા સમારંભ યોજવો જોઈએ. ત્યારે પંડિત નહેરુએ શ્રી. સી. રાજગોપાલાચારી સાથે ચર્ચા કરી, જેમને દેશના ઈતિહાસ અને સંસ્કૃતિનું ઊંડું જ્ઞાન હતું. આનો જવાબ તેમને ચોલા રાજાઓએ આ પ્રસંગે અપનાવેલી વિધિઓ અને સંસ્કારોમાં મળ્યો હતો.

Sengol', a historic sceptre, to be installed in new Parliament building | Deccan Herald

લોર્ડ માઉન્ટબેટન આપણી પરંપરાથી વાકેફ ન હતા. તેમણે જવાહરલાલ નહેરુને પૂછ્યું કેવી રીતે આયોજન કરવું. નહેરુજીએ સી. રાજા ગોપાલાચારી પાસેથી સલાહ માંગી, પછી રાજાજીએ પંડિત નહેરુને આ સેંગોલની પ્રક્રિયા જણાવી. પવિત્ર સેંગોલને તમિલનાડુથી મંગાવીને અંગ્રેજો દ્વારા પંડિત નહેરુને મધ્યરાત્રિએ સોંપવામાં આવ્યું હતું. તેનો અર્થ એ થયો કે આ સત્તા પરંપરાગત રીતે આપણી પાસે આવી છે.

મોટાભાગના લોકો સેંગોલ નામથી અજાણ્યા હશે. તે સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક માનવામાં આવતું હતું. આ પરંપરા ચોલ વંશની હતી. 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારતને આઝાદી મળી હતી. તે દરમિયાન પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને પણ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા સેંગોલ સોંપવામાં આવ્યું હતું. સેંગોલ રાજદંડના નામથી પણ જાણીતું છે.

Historic sceptre 'Sengol' to be installed in new Parliament building, says Amit Shah | India News

આધીનમ શૈવ પરંપરાના બિન-બ્રાહ્મણ અનુયાયી હતા. ચોલા વંશમાં સત્તાનું હસ્તાંતરણ એક વિશેષ વિધિ દ્વારા, શૈવ મઠના સર્વોચ્ચ ધાર્મિક ગુરુઓ દ્વારા પવિત્ર કરવામાં આવ્યું હતું. શ્રી રાજગોપાલાચારીએ તામિલનાડુ સ્થિત થિરુવાવદુથુરઈ આધીનમના વડાને ભારતીય હાથમાં સત્તાના હસ્તાંતરણ માટે સમાનવિધિ કરવા વિનંતી કરી હતી. આધીનમે આ કાર્યને પૂર્ણ કરવા માટે ઓગસ્ટ 1947ના દિવસે લોકોના એક જૂથને દિલ્હી મોકલ્યું હતું.

તમિલ કવિ સંત થિરુજ્ઞાનસંબંધરે સાતમી સદીમાં, સંકટોને દૂર કરવા માટે પ્રાર્થના તરીકે “કોલારુ પદિગમ” નામની કવિતાની રચના કરી અને તેનું પઠન કર્યું. 14 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુને સેંગોલ સોંપતી વખતે આધીનમના પૂજારીઓએ આ કવિતા ગાઈ હતી. આમ શુભકામનાઓ સાથે સત્તાનું હસ્તાંતરણ થયું હતું.

तमिलनाडु से कनेक्शन, नेहरू से जुड़ा इतिहास...जानिए क्या है सेंगोल, जिसे नई संसद में स्पीकर की कुर्सी के पास रखा जाएगा - what is sengol pm modi placed it in ...

14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ આપણને આઝાદી મળી હતી. સેંગોલ વિશે જણાવતા કહ્યું કે તે પરંપરાના ધ્રુવ સમાન છે. તેમણે કહ્યું કે સેંગોલનું આપણા ઇતિહાસમાં એક અલગ સ્થાન છે. પરંતુ આજ સુધી તમને તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા. હવે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં સેંગોલ પણ રાખવામાં આવશે. 14 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજો દ્વારા આ સંગોલ નહેરુજીને સોંપવામાં આવ્યું હતું. 14 ઓગસ્ટ 1947ના રોજ રાત્રે 10.45 કલાકે તમિલનાડુથી લાવવામાં આવેલ આ સંગોલ સ્વીકારવામાં આવ્યું હતું. આ સત્તા સ્થાનાંતરણની પ્રક્રિયાની પૂર્ણતા હતી. નવી સંસદના ઉદ્ઘાટન પ્રસંગે ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે. આની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. તમિલમાં સેંગોલનો અર્થ થાય છે સંપત્તિથી સંપન્ન.

Thiruvavaduthurai Adheenam emissary handing over Sengol from Mountbatten Prabhu to Nehuruji! | சுதந்திர நாளில் நேருவுக்கு திருவாவடுதுறை ஆதீனம் வழங்கிய செங்கோல்

શાહે કહ્યું, ચાલો સેંગોલના ઇતિહાસ અને વિગતોમાં જઈએ. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે વ્યક્તિ સેંગોલ મેળવે છે તેની પાસેથી નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ શાસનની અપેક્ષા રાખવામાં આવે છે. સેંગોલ ચોલ સામ્રાજ્ય સાથે સંકળાયેલ છે. તમિલનાડુના પૂજારીઓ દ્વારા તેમાં ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.

புதிய நாடாளுமன்ற கட்டடத்தில் தமிழ்நாட்டின் 'செங்கோல்' அமித்ஷா அறிவிப்பு!, union home minister amit shah announced that the historic sceptre sengol will be placed in new parliament building

સેંગોલ આપણી વર્ષો જૂની પરંપરા સાથે જોડાયેલું છે. આપણા ઈતિહાસમાં તેની મહત્ત્વની ભૂમિકા દર્શાવવામાં આવી છે. હવે જ્યારે પીએમ મોદીને સેંગોલ વિશે ખબર પડી તો તેમણે તેના વિશે વધુ માહિતી મેળવવા કહ્યું. 14 ઓગસ્ટ 1947ના રોજ લગભગ 10:45 વાગ્યે નહેરુએ તમિલનાડુથી મંગાવીને સેંગોલને સ્વીકાર્યું હતું. સેંગોલને સંસદ ભવનમાં સ્પીકરની ખુરશીની બાજુમાં રાખવામાં આવશે. અગાઉ સેંગોલને પ્રયાગરાજના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું હતું.

1947 પછી તેને ભુલાવી દેવામાં આવ્યું. પછી 1971માં તમિલ વિદ્વાનોએ તેનો પુસ્તકમાં ઉલ્લેખ કર્યો. 2021-22માં ભારત સરકારે તેનો ઉલ્લેખ કર્યો. 1947માં હાજર રહેલા 96 વર્ષના તમિલ વિદ્વાન જેઓ સેંગોલને પંડિત નહેરુને સોંપવાના સમયે હાજર હતા. 28 મેના રોજ પણ તેઓ સંસદના નવા બિલ્ડિંગમાં સેંગોલના સ્થાપન સમયે હાજર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવનિર્મિત સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. રેકોર્ડ સમયમાં આ નવું માળખું બનાવવા માટે લગભગ 60,000 શ્રમયોગીઓએ પોતાનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે પીએમ તમામ શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.

Chola dynasty spectre 'Sengol' to be placed in the new parliament building by PM Modi

મેસોપોટેમિયા સભ્યતામાં રાજદંડને ‘ગિદરુ’ કહેવામાં આવે છે. તે સંસ્કૃતિમાં તેને દેવતાઓની સત્તા અને તેમની શક્તિઓના પ્રતીક તરીકે જોવામાં આવતું હતું. મેસોપોટેમિયાનાં પ્રાચીન શિલ્પો અને ત્યાંના રેકોર્ડમાં તેનો ઉલ્લેખ છે.

ગ્રીકો-રોમન પરંપરામાં, જેયૂસ અને ઓલંપસ જેવા દેવતાઓ શક્તિની નિશાની તરીકે તેમની સાથે એક લાંબો રાજદંડ રાખતા હતા. જજ, લશ્કરી નેતાઓ, પાદરીઓ અને રાજ્યના શક્તિશાળી લોકો રાજદંડનો ઉપયોગ કરતા હતા. તે તેની શક્તિનું પ્રતીક હતું. રોમન સામ્રાજ્યના રાજાઓ હાથીદાંતમાંથી બનેલા રાજદંડનો ઉપયોગ કરતા હતા જેને ‘સેપ્ટ્રમ ઓગસ્ટી’ કહેવાય છે.

પ્રાચીન ઇજિપ્તમાં રાજદંડ શક્તિ અને સત્તાનું પ્રતીક પણ હતું. ત્યાંના રેકોર્ડમાં ‘વાજ’ નામના રાજદંડનો ઉલ્લેખ જોવા મળે છે.

આ પણ વાંચો:કર્ણાટકના આંચકા બાદ શું ભાજપ કરશે કમબેક… દક્ષિણના રાજ્યના પરિણામોની આગામી ચૂંટણી પર કેટલી અસર પડશે?

આ પણ વાંચો:શું અમેરિકા પાકિસ્તાન આર્મી જનરલ અસીમ મુનીરને હટાવવા માગે છે?

આ પણ વાંચો:પૂર્વ PM ઈમરાન ખાને આર્મી ચીફ પર લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું એવું કે..

આ પણ વાંચો:કર્ણાટકમાં પણ ચાલ્યો 38 વર્ષ જૂનો રિવાજ, કોંગ્રેસને મળી કમાન, ભાજપ રહ્યું સત્તાવિહોણું….આ કારણો છે જવાબદાર

આ પણ વાંચો:14 મહિનામાં કર્ણાટકમાં બનેલા 3 મુખ્યમંત્રીની સ્ટોરી તેમજ સમગ્ર ઘટના ક્રમ