મંતવ્ય વિશેષ/ ભારતીય કામદારો ઇઝરાયેલમાં કામ કરશે

7 ઓક્ટોબરે હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો અને ત્યારથી એક નવો સંઘર્ષ શરૂ થયો છે. આ સંઘર્ષને કારણે, ઘણા હજાર પેલેસ્ટિનિયન કર્મચારીઓ ઇઝરાયેલથી ગાઝા પાછા ફર્યા. 

Mantavya Exclusive Mantavya Vishesh
WhatsApp Image 2023 11 13 at 5.33.42 PM ભારતીય કામદારો ઇઝરાયેલમાં કામ કરશે
  • ભારતમાંથી કામદારો લાવવાની માંગ
  • ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામ અટકી ગયું 
  • 90 હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ 1 લાખ ભારતીય કામદારો

ઈઝરાયેલને તેના દેશમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે ભારતીય કર્મચારીઓની જરૂર છે. ઈઝરાયેલે કહ્યું છે કે તેને લગભગ 20 હજાર ભારતીય કામદારોની જરૂર છે જેઓ બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નોકરીઓમાં યોગદાન આપી શકે. જોઈએ અહેવાલ

7 ઓક્ટોબરે હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો અને ત્યારથી એક નવો સંઘર્ષ શરૂ થયો છે. આ સંઘર્ષને કારણે, ઘણા હજાર પેલેસ્ટિનિયન કર્મચારીઓ ઇઝરાયેલથી ગાઝા પાછા ફર્યા. પરિણામે, ઇઝરાયેલમાં સારા પેલેસ્ટિનિયન કામદારોની અછત હતી. હવે ઈઝરાયેલ ભારતની મદદથી આ અંતર ભરવા માંગે છે. તે ભારતની મદદથી બ્લુ કોલર જોબ્સ એટલે કે બાંધકામ, મશીન ઓપરેટર્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ક્ષેત્રોમાં સારા કામદારોની અછતને દૂર કરવા માંગે છે. ઈઝરાયેલને આ બ્લુ કોલર જોબ માટે ભારતીય કામદારોની જરૂર છે. ઈઝરાયેલને લગભગ એક લાખ ભારતીય કામદારોની જરૂર છે.

સૂત્રોએ જણાવ્યું કે, ‘અમે ઇઝરાયેલમાં ભારતીય કામદારોને કામ આપવાનું વિચારી રહ્યા છીએ. તે લગભગ 20000 રૂપિયાથી શરૂ થશે. અમને તેમની બાંધકામ પ્રવૃત્તિઓ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત નોકરીઓ માટે જરૂર છે. જો સૂત્રોનું માનીએ તો હજુ સુધી કંઈ ઔપચારિક નથી. તેને યોગ્ય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ અંતર્ગત ભારત સરકારનો સંપર્ક કરવામાં આવશે અને ત્યાર બાદ જ તેને અંતિમ મંજૂરી મળશે. એક રિપોર્ટનું માનીએ તો ઈઝરાયેલે લગભગ 90,000 પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરી દીધી છે.

આને કારણે, કામદારોને ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા અથવા ચાલુ રાખવાની તાત્કાલિક જરૂર છે. ભારતમાંથી કામદારો લાવવાની માંગ ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસે એક અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમ ફેઈગ્લિને કહ્યું છે કે તેમને તેમના પ્રોજેક્ટ્સ ચાલુ રાખવા માટે લગભગ એક લાખ કામદારોની જરૂર છે. તેમણે આ કામદારોને ભારતમાંથી લાવવાની માંગણી કરી છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અંદાજે એટલી જ સંખ્યામાં પેલેસ્ટિનિયનોએ તેમની વર્ક પરમિટ ગુમાવી દીધી છે. ફેગલિને કહ્યું કે આ મામલે ભારત સાથે વાતચીત ચાલી રહી છે.

હાલમાં, અમે તેને મંજૂરી આપવા માટે ઇઝરાયેલ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે આશા વ્યક્ત કરી છે કે સમગ્ર પ્રદેશમાં કામ કરવા માટે ભારતમાંથી લગભગ 50,000 થી 1 લાખ કામદારોને સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત બાંધકામ અને અન્ય પ્રવૃત્તિઓને પણ સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવશે. શું કામદારો ભારતમાંથી જશે ? સંઘર્ષના વિસ્તરણ અને ઘાયલોની વધતી સંખ્યાને કારણે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો વિશ્વાસ ઓછો થયો છે. તેથી, મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન કામદારોને ઇઝરાયેલ છોડવું પડ્યું. આ વર્ષે મે મહિનામાં વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેન વચ્ચે એક કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર હેઠળ, બાંધકામ ક્ષેત્રમાં લગભગ 34,000 ભારતીય મજૂરો અને નર્સિંગ ક્ષેત્રમાં લગભગ 8,000 ભારતીય મજૂરોની તૈનાતીની સંભાવના હતી.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઈઝરાયેલે તુરંત જ ભારત પાસેથી 100,000 કામદારોની મોકલવાની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ ઈઝરાયેલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે 100,000 ભારતીય કામદારોની પરવાનગી માંગી છે. જેથી કરીને 90 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને રિપ્લેસ કરી શકાય. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરવામાં આવી છે.

ઈઝરાયેલની કન્સ્ટ્રક્શન કંપનીઓએ ત્યાંની સરકારને કહ્યું છે કે, તેઓ 90 હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ 1 લાખ ભારતીય કામદારોને નોકરી પર રાખવા માંગે છે. આ માટે તેમને છૂટ આપવી જોઈએ. હકીકતમાં 7 ઓક્ટોબરે હમાસના હુમલા પછી ઇઝરાયેલમાં કામ કરતા 90 હજાર પેલેસ્ટિનિયન મજૂરોની પરમિટ રદ કરવામાં આવી છે. જેના કારણે ઈઝરાયેલમાં બાંધકામ સંબંધિત તમામ કામો ઠપ્પ થઈ ગયા છે. ભારતીય કામદારોએ ખાડી દેશોમાં રણમાં આધુનિક શહેરો બનાવ્યા છે, જેના કારણે ઇઝરાયેલની કંપનીઓને પણ તેમની મહેનત પર વિશ્વાસ છે. પરંતુ શું આ સ્થિતિમાં આ મજૂરોને મોકલવા યોગ્ય રહેશે?

એક અહેવાલ મુજબ ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમ ફેઈગ્લિને કહ્યું, ‘અત્યારે અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે કામદારોને મંજૂરી આપવા માટે ઇઝરાયેલ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમને ભારતમાંથી 50 હજારથી 1 લાખ કામદારોની જરૂર છે. જો ભારતીય કામદારો ઈઝરાયેલ જશે તો મોટા પાયે રોજગારી મળશે. આ સિવાય તેમના દ્વારા મોકલવામાં આવેલ નાણાં અર્થતંત્રમાં યોગદાન આપશે. જોકે ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અહેવાલ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે હજુ પણ જાણી શકાયું નથી કે ભારત કામદારોને ઇઝરાયેલ જવા દેશે કે કેમ, તે પણ એવા સમયે જ્યારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોને બહાર કાઢવાનું ઓપરેશન અજય હજુ પૂર્ણ થયું નથી.

ઈઝરાયેલને જોઈએ છે ભારતીય કામદારો
ફેઇગ્લિને જણાવ્યું હતું કે, ઇઝરાયેલના બાંધકામ ઉદ્યોગમાં પેલેસ્ટિનિયનો લગભગ 25 ટકા છે. તેમાંથી 10 ટકા એવા છે જે ગાઝાથી આવે છે. બાકીના વેસ્ટ બેંકમાંથી આવે છે. યુદ્ધ દરમિયાન મજૂરોની માંગમાં અચાનક વધારો થયો હોવા છતાં,ઇઝરાયેલ પહેલેથી જ ભારતીય કામદારોને લાવીને પેલેસ્ટિનિયન મજૂરોથી છુટકારો મેળવવા માંગતો હતો. આ વર્ષે મે મહિનામાં ભારતે ઈઝરાયેલ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં 42,000 ભારતીય કામદારોને ઈઝરાયેલમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ લોકો નર્સિંગ સિવાય બાંધકામ ક્ષેત્રે પણ કામ કરશે.

મે મહિનામાં ઇઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેનની ભારત મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી પ્રથમ વખત ઈઝરાયેલનું બાંધકામ ક્ષેત્ર ભારતીયો માટે ખુલ્લું હતું. આ કરાર પર હસ્તાક્ષર થયા પહેલા એક વર્ષથી વધુ સમયથી તૈયારીઓ ચાલી હતી. માર્ચમાં ઇઝરાયેલના કેટલાક મંત્રાલયોની ટીમોએ ભારતમાં તાલીમ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. એક અહેવાલ મુજબ ઇઝરાયેલ ભારતીય કામદારોથી ખુશ હતું કારણ કે તેઓ મહેનતુ અને અનુભવી હતા તેમજ સારી અંગ્રેજી જાણતા હતા. ઇઝરાયેલ પણ પેલેસ્ટાઇનીઓને કામ પરથી દૂર કરવા માંગે છે કારણ કે તેઓ ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ગાઝા અને પશ્ચિમ કાંઠેથી આવતા તેમની સુરક્ષા ઘણી તપાસ કરવી પડે છે.

પેલેસ્ટિનિયન કામદારો વર્ષોથી ઇઝરાયેલમાં બાંધકામ કંપનીઓમાં કામ કરે છે. 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામનું કામ અટકી ગયું છે. પહેલા જે ઈમારતોનું બાંધકામ ચાલતું હતું તે જગ્યાઓ હવે સાવ સુમસામ ભાંસી રહી છે. જે લોકોએ મકાનો ખરીદ્યા છે તેઓ બિલ્ડરો પર કામ ચાલુ કરવાનું દબાણ કરી રહ્યા છે.

આજથી લગભગ 4 વર્ષ પહેલા લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ચેતવણી આપી હતી કે, જો અમેરિકા ઈરાન સામે યુદ્ધ શરૂ કરવાની તસ્દી લેશે તો ઈઝરાયેલને નિર્દયતાથી બોમ્બમારો કરીને જવાબ આપવામાં આવશે. એનો અર્થ એ કે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ ઘણા સમય પહેલાથી રાહ જોઈને બેઠુ હતું કે, ક્યારે તેમને અવસર મળે અને તેઓ ઈઝરાયલ પર હુમલો કરી દે. તે સમયે ખુલાસો થયો હતો કે, ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ ઘણી હદ સુધી પૂર્ણ કરી લીધો છે.

બીજી તરફ એ જ સમયે ઈરાની સેનાએ એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું હતું. એવું કહેવાય છે કે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ પણ આપ્યો હતો પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લીધો હતો. હિઝબુલ્લાહને ઈરાન તરફથી મિલિટ્રી ટ્રેનિંગ, હથિયાર અને ફંડ પણ મળતુ આવ્યુ છે. તેને સીરિયા તરફથી પણ સમર્થન મળતું આવ્યુ છે. ઈઝરાયેલ શરૂઆતથી જ કહેતું આવ્યું છે કે ઈરાન તેની વિરુદ્ધ સીરિયાની જમીનનો ઉપયોગ કરે છે.

જુલાઈ 2006માં પણ હિઝબુલ્લાહ લડવૈયાઓએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે લેબનોન પર હવાઈ હુમલો કર્યો જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા. 160 ઈઝરાયેલ સૈનિકો પણ માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ પર અમેરિકા, યુરોપિયન યુનિયન, કેનેડા અને અન્ય ઘણા દેશોમાં પ્રતિબંધ છે. હિઝબુલ્લાહ શરૂઆતથી જ પશ્ચિમ અને ઈઝરાયલની આંખનો કાંટો છે. મધ્ય એશિયામાં પણ ઘણા દેશોને આ સંગઠન પસંદ નથી. એ નિશ્ચિત છે કે હવે ઈઝરાયેલ હિઝબુલ્લાના મૂળ પર વાર કરશે. એટલા માટે ઈરાન પર હુમલો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 ભારતીય કામદારો ઇઝરાયેલમાં કામ કરશે


આ પણ વાંચો:RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ

આ પણ વાંચો:પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો:સુરતમાં બાળકોની અનોખી પહેલ

આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો