જાહેરાત/ કોરોનાકાળમાં બે વર્ષથી અટકી પડેલી સિનિયર ક્લાર્કની પરીક્ષા 31 જુલાઈએ યોજાશે, હજારો વિદ્યાર્થીઓમાં હાશકારો

છેલ્લા દોઢ-બે વર્ષે સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનાના કારણે સરકારી નોકરીઓની ભરતી તેમજ પરીક્ષા પણ અટકી પડી હતી.સરકાર દ્વારા જાહેર સેવા માટે વિવિધ પદો પર ભરતીઓ કરવામાં આવતી હોય છે.

Gujarat
gsssb કોરોનાકાળમાં બે વર્ષથી અટકી પડેલી સિનિયર ક્લાર્કની પરીક્ષા 31 જુલાઈએ યોજાશે, હજારો વિદ્યાર્થીઓમાં હાશકારો

છેલ્લા દોઢ-બે વર્ષે સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનાના કારણે સરકારી નોકરીઓની ભરતી તેમજ પરીક્ષા પણ અટકી પડી હતી.સરકાર દ્વારા જાહેર સેવા માટે વિવિધ પદો પર ભરતીઓ કરવામાં આવતી હોય છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ રાજ્ય સરકાર દ્વારા પણ સિનિયર ક્લાર્કના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી.જો કે કોરોના કાળમાં તમામ પ્રકારની પરીક્ષાઓ રદ્દ રહેતા ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા પણ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.લાંબો સમય રાહ જોયા બાદ સરકારે આ અંગેની જાહેરાત કરી છે.

વિવિધ સ્તરો પર થી થઈ રહેલાપ્રયત્નો બાદ ગુજરાતમાં કોરોના ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો છે તેની સાથે પરિસ્થિતિ થાળે પડી રહી છે. જેના કારણે  ધીરે ધીરે કોરોનાની બીજી લહેર કાબુમાં આવી રહી છે ત્યારે GPSC સહિતનું તમામ સરકારી તંત્ર ફરી એકવાર પરીક્ષા લેવા માટે સજ્જ બન્યું છે. ગુજરાતમાં સૌથી વધારે અપેક્ષીત અને જેની લાંબા સમયથી લાખો વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા હતા તે સીનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ આખરે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે.

અંતે હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે 01-08-2019 ના દિવસે જાહેરાત બાદથી જ આ પરીક્ષા અટકી પડી હતી. આખરે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા 31-07-2021 ને શનિવારનાં દિવસે પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. આ પરીક્ષાનો સમયગાળો બપોરે 11 થી બપોરે 01 વાગ્યાનો રહેશે. આ પરીક્ષાનાં કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાનાં 10 દિવસ પહેલા જ મંડળની વેબસાઇટ પર મુકવામાં આવશે. આ જાહેરાત બાદ લાખો વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે.

majboor str 14 કોરોનાકાળમાં બે વર્ષથી અટકી પડેલી સિનિયર ક્લાર્કની પરીક્ષા 31 જુલાઈએ યોજાશે, હજારો વિદ્યાર્થીઓમાં હાશકારો