Gujarat Congress/ કોંગ્રેસના સિનિયર નેતા સી.જે. ચાવડાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતા અને વિજાપુરના ધારાસભ્ય ચતુરજી જવાનજી ચાવડાએ કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપ્યું છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 19T111206.073 કોંગ્રેસના સિનિયર નેતા સી.જે. ચાવડાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

Gujarat News: ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતા અને વિજાપુરના ધારાસભ્ય ચતુરજી જવાનજી ચાવડાએ કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપ્યું છે. બાદમાં BJPમાં જોડાઈ શકે છે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો. બાદમાં કોંગ્રેસ પક્ષ ગાંધીનગરના નેતા (હેડ) તરીકે પણ કાર્યરત હતા. આ અગાઉ 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પર ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. વર્ષ 2022માં વિજાપુર બેઠકમાં ભાજપના નેતા રમણ પટેલને હરાવી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા બાદમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ હાલમાં કોંગ્રસના દંડક તરીકે વિધાનસભા ગૃહમાં કાર્યરત હતા.

સાથે સાથે ધોરાજી તાલુકા પ્રમુખ અલ્પેશ પટેલે રાજીનામુ આપી દીધુ હતું. સુપેડીમાં રહેતા અને ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે તમામ હોદ્દા પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધુ હતું. ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક ઝાટકો લાગ્યો છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

 

 

આ પણ વાંચોઃ