ગીરસોમનાથ/ વેરાવળ સુત્રાપાડા રોડ પર ગંભીર અકસ્માત, પિતા-પુત્રનું નિપજયું મોત

આજે વેરાવળ સુત્રાપાડા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો. લાટી ગામ સ્ટેશન પાસે એક ટ્રકે પરિવારને અડફેટે લેતા આ દુર્ઘટના બનવા પામી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 16T154325.346 વેરાવળ સુત્રાપાડા રોડ પર ગંભીર અકસ્માત, પિતા-પુત્રનું નિપજયું મોત

ગીરસોમનાથ: આજે વેરાવળ સુત્રાપાડા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો. લાટી ગામ સ્ટેશન પાસે એક ટ્રકે પરિવારને અડફેટે લેતા આ દુર્ઘટના બનવા પામી. આ અકસ્માતમાં પિતા અને 7 વર્ષના પુત્રનું કરુણ મોત નિપજયું. જ્યારે માતા અને 02 પુત્રીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર સૂત્રાપાડાનો હોવાનું સામે આવ્યું છે. સુત્રાપાડાથી પરિવાર પોતાના ટુ-વ્હીલર પર હાઈવે પર જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવતી ટ્રકે અચાનક અડફેટે લેતા પરિવાર ફંગોળાયો. અકસ્માતમાં ઘટનાસ્થળ પર જ પિતા-પુત્રનું મોત નિપજયું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો. પોલીસે અકસ્માત મામલે કાર્યવાહી હાથધરી છે.

રાજ્યમાં અકસ્માતો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ચાર પૈડા ચલાવતાં વાહનો બેફામ બની રહ્યા છે. કારચાલક હોય, બસ ચાલક હોય કે ટ્રક ચાલક તેઓ બેફામ ડ્રાઈવિંગ કરતા અન્યોને નુકસાન પંહોચાડી રહ્યા છે. કેટલાક કિસ્સામાં ગંભીર અકસ્માત મોત જેવી ઘટનાઓ બનતતા પરિવાર પીંખાઈ જાય છે. આવા બેજવાબદાર અને બેફામ ડ્રાઇવિંગ કરનાર ચાલકો પર અંકુશ જરૂર લાવવો જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાંથી યુવકની નીચે છલાંગ, કારણ જાણવા પોલીસ કરશે તપાસ

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો:અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર