Not Set/ લીંબડીની શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ દ્વારા કોરોનાને કારણે મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને ધો.1થી 10 નિ:શુલ્ક શિક્ષણ આપવાનો સેવાભાવી નિર્ણય

સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ લીંબડીની શ્રી સરસ્વતી વિદ્યા સંકૂલ કોરોનાને કારણે મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને ધો.1થી 10 નિ:શુલ્ક શિક્ષણ આપવાનો સેવાભાવી નિર્ણય કર્યો છે. કોવીડ-19ના કારણે ધંધામાં આર્થિક નુકશાની વેઠનાર વેપારીઓના બાળકોને પણ શિક્ષણ ફીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. દિલાવરસિંહ રાણા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ સામજિક સેવા પ્રવૃત્તિઓમાં હમેશાં આગળ રહે […]

Gujarat Others
Untitled 196 લીંબડીની શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ દ્વારા કોરોનાને કારણે મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને ધો.1થી 10 નિ:શુલ્ક શિક્ષણ આપવાનો સેવાભાવી નિર્ણય

સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ

લીંબડીની શ્રી સરસ્વતી વિદ્યા સંકૂલ કોરોનાને કારણે મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને ધો.1થી 10 નિ:શુલ્ક શિક્ષણ આપવાનો સેવાભાવી નિર્ણય કર્યો છે. કોવીડ-19ના કારણે ધંધામાં આર્થિક નુકશાની વેઠનાર વેપારીઓના બાળકોને પણ શિક્ષણ ફીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
દિલાવરસિંહ રાણા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ સામજિક સેવા પ્રવૃત્તિઓમાં હમેશાં આગળ રહે છે. શ્રી સરસ્વતી વિદ્યા સંકુલના બકુલભાઈ ખાખી સહિત તમામ ટ્રસ્ટીગણોએ વૈશ્વિક કોરોના મહામારીમાં જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તેવા બાળકોનું શિક્ષણ કાર્ય અટકાય નહીં તે માટે સેવાભાવી નિર્ણય લીધો છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને ધો.1થી 10 સુધી નિ:શુલ્ક શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વાલીઓએ શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ દ્વારા શિક્ષણ બાબતે કરાયેલ અનોખી પહેલને બિરદાવી રહ્યા છે. અન્ય સ્વનિર્ભર ખાનગી શાળાઓના સંચાલકો પણ આવી સેવાકીય પ્રવૃત્તિ કરવા તૈયારી દર્શાવે માગ કરી રહ્યા છે.
આ અંગે શ્રી સરસ્વતી વિદ્યા સંકુલના ટ્રસ્ટી બકુલભાઈ ખાખીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ઘણો સમય લોકડાઉન રહ્યું હતું. જેના કારણે અનેક વેપારીઓના ધંધા-રોજગાર ઉપર તેની માઠી અસર પડી છે. કોરોનાને કારણે ધંધામાં આર્થિક નુકશાની વેઠનાર વેપારીના બાળકોને પણ અમારી સ્કૂલ ફીમાં રાહત આપશે.