Sanand-Special Campaign/ સાણંદ-બાવળા તાલુકામાં આજથી ‘સેવાઓ આપને દ્વાર – ખાસ કેમ્પ’નો થયો શુભારંભ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા મતવિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ 100% લાભાર્થીઓને મળી રહે તે માટે આજથી ‘સેવાઓ આપને દ્વાર’ ખાસ કેમ્પનો શુભારંભ થયો છે. 

Ahmedabad Gujarat
Special campaign સાણંદ-બાવળા તાલુકામાં આજથી 'સેવાઓ આપને દ્વાર - ખાસ કેમ્પ'નો થયો શુભારંભ

@Abhisheksinh Vaghela

  • ગૃહમંત્રી અમિતભાઈ શાહના સંસદીય મતવિસ્તારમાં 47 યોજનાઓમાં 100% લક્ષ્યાંક સિદ્ધ કરવા જિલ્લા વહીવટીતંત્ર કાર્યરત
  • તા. 22 ઓગસ્ટથી ત્રણ ઓકટોબર સુધી સાણંદ-બાવળા મતવિસ્તારમાં 29 જેટલા સ્થળોએ કેમ્પ યોજાશે
  • સાણંદ તાલુકાના 69 ગામો અને બાવળા તાલુકાના 30 જેટલા ગામોના નાગરિકોને મળશે આ કેમ્પનો લાભ
  • જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાણંદ બાવળા મતવિસ્તારના ગામોમાં વિવિધ યોજનાઓનો લાભ 100% લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ

Special campaign 1 સાણંદ-બાવળા તાલુકામાં આજથી 'સેવાઓ આપને દ્વાર - ખાસ કેમ્પ'નો થયો શુભારંભ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા Special Campaign મતવિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ 100% લાભાર્થીઓને મળી રહે તે માટે આજથી ‘સેવાઓ આપને દ્વાર’ ખાસ કેમ્પનો શુભારંભ થયો છે.  આ કેમ્પ તા. 22 ઓગસ્ટ થી તા. 10 ઓકટોબર સુધી ચાલશે. જે અંતર્ગત બાવળા તાલુકાના ગામોમાં 28 ઓગસ્ટ થી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે. સાણંદ-બાવળા મતવિસ્તારના 29 જેટલા Special Campaign સ્થળોએ આ કેમ્પ યોજાશે. જેનો લાભ સાણંદ તાલુકાના 69 ગામો અને બાવળા તાલુકાના 30 ગામોના નાગરિકોને આ કેમ્પનો લાભ મળશે.

Special Campaign 2 સાણંદ-બાવળા તાલુકામાં આજથી 'સેવાઓ આપને દ્વાર - ખાસ કેમ્પ'નો થયો શુભારંભ

અંદાજે 47 જેટલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો Special Campaign લાભ મળવાપાત્ર લાભાર્થીઓને મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાણંદ બાવળા મતવિસ્તારના ગામોમાં ‘ડોર ટુ ડોર’ સર્વે હાથ ધર્યો હતો. જે સર્વે મુજબ ગામે ગામ યોજનાઓના લાભાર્થી અને નવા લાભાર્થી બનાવવાની યાદી સહિતની વિગતો આંકડાવાઈઝ મુજબ એક ડેટા તૈયાર કર્યો હતો. તેના મુજબ આગામી દિવસોમાં અનેક જગ્યાએ કેમ્પ યોજી યોજનાઓનો લાભ 100% લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે.

Special Campaing 3 સાણંદ-બાવળા તાલુકામાં આજથી 'સેવાઓ આપને દ્વાર - ખાસ કેમ્પ'નો થયો શુભારંભ

આ અંગે વાત કરતા જિલ્લા આયોજન Special Campaign અધિકારી સુશ્રી શ્રધ્ધા બારોટ જણાવે છે કે, સાણંદ બાવળા મતવિસ્તારના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ 100% લાભાર્થીઓને મળી રહે તે માટે તમામ ગામોમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી. હવે કેમ્પ યોજી આ સર્વે મુજબ નવા લાભાર્થીઓને જોડવામાં આવશે. છેવાડાના લોકોને યોજનાકીય લાભો મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે.

 

આ પણ વાંચોઃ Surat/સુરતના કોસાડ તળાવમાં યુવકનું ડૂબી જતાં મોત, પરિવારે અણબનાવની શંકા વ્યક્ત કરી

આ પણ વાંચોઃ સુરત/પ્રવાહ પલટાયોઃ સાયન્સ-કોમર્સને રામ-રામ, આર્ટ્સમાં વિદ્યાર્થીઓને કામ-કામ

આ પણ વાંચોઃ Dwarka Police-Drug factory/દ્વારકા પોલીસે પંજાબમાં નશાની ફેક્ટરી ઝડપી, આયુર્વેદિક સીરપના નામે થતું હતું વેચાણ

આ પણ વાંચોઃ માનવતા શર્મસાર/70 વર્ષનો વ્યક્તિ બન્યો હેવાન, 4 વર્ષની  માસૂમ પર કર્યો બળાત્કાર 

આ પણ વાંચોઃ જાહેરાત/ભૂપેન્દ્ર પટેલ સરકારે ગૌશાળા-પાંજરાપોળો માટે કરી આ મોટી જાહેરાત,જાણો તમામ વિગત