Not Set/ નેતાજીનો અશ્લીલ વિડીયો 4.6 મીનીટનો છે, 15 ઓગસ્ટના દિવસે વિજય મુહુર્તમાં સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવશે

કચ્છમાં પણ ભાજપના નેતાઓનો રંગરેલિયા મનાવતા વીડિયો વાયરલ થયા હતા ત્યારે ફરી એક વખત બનાસકાંઠામાં ભાજપ નેતા ના વિડીયો લઈને સમગ્ર રાજ્યમાં ભાજપના નેતાઓ સામે નૈતિકતા ના સવાલો ઉઠી રહ્યા છે.

Top Stories Gujarat Others
magha patel નેતાજીનો અશ્લીલ વિડીયો 4.6 મીનીટનો છે, 15 ઓગસ્ટના દિવસે વિજય મુહુર્તમાં સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવશે

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. સામ-દામ-દંડ-ભેદ તમામ નીતિ અપનાવીને રાજકીય પક્ષો પોતાની જીત માટે મરણીયા બન્યા છે. ભાજપ નારી સન્માનના બ્યુંગ્લ વગાડી નારી ઉત્થાનની વાતો કરી રહ્યું છે. ત્યારે આપ એટલે કે આમ આદમી પાર્ટીના  એક નેતાએ ભાજપના એક દિગ્ગજ નેતાનો અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છે. આજે બુધવારે ભાજપ જયારે નારી ગૌરવ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આપના નેતાએ ભાજપના નારી ગૌરવ દિવસની ઉજવણી ઉપર આ વિડીયો જાહેર્ક્રની ચીમકી આપીએ ઠંડુ આપી વેડી દીધું છે.

‘આપ’ના થરાદના કાર્યકર્તા મઘા પટેલે  સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે કે ભાજપનું હંમેશાથી મનગમતું રહેલું એવા વિજય મુહુર્તમાં આગામી ૧૫ ઓગસ્ટના રોજ એક વિડીયો પોસ્ટ કરેશે. જેમાં ભાજપના દિગ્ગજ નેતા કોઈ યુવતી સાથેરાન્ગ્રેલીયા માનવતા નજરે ચઢશે. પોતાની આ પોસ્ટ સાથે મઘા પટેલે આ વિડીયો નો સ્કીન શોર્ટ પણ સાથે મુકીને નારી ગૌરવ દિવસે ખળભળાટ  મચાવી દીધો છે.

સાથે મઘા પટેલે જણાવ્યું છે કે ભાજપના અ નેતાઓ વિડીયો વર્ષ ૨૦૧૭માં  સર્કીટ હાઉસ ખાતે બનાવવામાં આવ્યો છે. અને આ વિડીયોની ખરી પણ તેમને કરેલી છે. વધુમાં મઘા પટેલ  જણાવે છે કે આ વિડીયો ભાજપના કાર્યકર્તા ઓ દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. જેથી કરીને વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં જે તે નેતાની વિરુદ્ધમાં ઉપયોગ કરી શકાય અને નેતા તીકીતથી વંચિત રહે. પરંતુ કોઈ કારણોસર આ વિડિયોનો ઉપયોગ  તે સમયે કરી શકાયો નાં હતો. ઉલ્લેખનીય છે કે ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપના કેટલાક ગ્રુપમાં વિડીયો વાઈરલ થઇ રહ્યો છે.

બનાસકાંઠાના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા પરબતભાઈ પટેલના ગામ અને સમજબંધુ ભાચરના માધાભાઈ પટેલ નામના એક વ્યક્તિએ ગતરોજ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી અને ભાજપના એક દિગ્ગજ નેતાના રંગરેલિયા મનાવતા નો વિડીયો અપલોડ કરવાની ધમકી આપી છે જોકે આ વિડીયો ૪.૩૯ મિનિટનો હોવાનું અને જેમાંથી એક મિનિટ નો વિડીયો કટીંગ કરી મૂકવાની ધમકી આપી છે અને જે ૧૫મી ઓગસ્ટે 12:39 આ વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરવાની ધમકી આપવામાં આવી છે જોકે આ બાબતે માધાભાઈ પટેલ સાથે અમારા ચેનલ હેડ દીપક રાજાણી એ વાતચીત કરતા જણાવેલ કે બનાસકાંઠા જિલ્લાના આ દિગ્ગજ નેતા આવા કૃત્ય કરતાં જાહેર કરવા જરૂરી છે અને હું 15મી ઓગસ્ટે આ વીડિયો જાહેર કરીશ.જોકે દીપક રાજાણી ના બીજા સવાલમાં પોતે આપ પાર્ટીના કાર્યકર હોવાનું પણ જણાવેલ છે જોકે રાજકીય ઈશારે આ વીડિયો વાયરલ કરવાનો નકારી રહ્યા છ.

2017ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ રાજકીય નેતાના વીડિયોને લઈને ચર્ચાએ જોર પકડયું હતું અને ફરી એક વખત નેતાના વીડિયોને લઈને ચર્ચાએ જોર પકડયું છે ત્યારે ભાજપના જ બંને ગ્રુપો એકબીજાના વીડિયો જાહેર કરી અને નામોશી કરવા માંગે છે કે તેવું સમગ્ર બનાસકાંઠામાં ચર્ચાઈ રહ્યું છે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના બે ગ્રુપો ચાલી રહ્યા છે અને એક ગ્રુપ 2017 માં પણ આ દિગ્ગજ નેતા ને વિધાનસભા ની ટિકિટ ન મળે તે માટે આ વિડીયો ની ચર્ચા બજારમાં ફરતી કરી હતી છતાં પણ 2017 ટિકિટ મળી ગયેલ ત્યારે ફરી એક વખતે આ ચર્ચાએ જોર પકડયું છે ત્યારે ફરી કોઈ રાજકીય કારણસર બદનામ કરવાની શક્યતાઓ છે.

અગાઉ કચ્છમાં પણ ભાજપના નેતાઓનો રંગરેલિયા મનાવતા વીડિયો વાયરલ થયા હતા ત્યારે ફરી એક વખત બનાસકાંઠામાં ભાજપ નેતા ના વિડીયો લઈને સમગ્ર રાજ્યમાં ભાજપના નેતાઓ સામે નૈતિકતા ના સવાલો ઉઠી રહ્યા છે.

 સમગ્ર જિલ્લામાં ચાલતી ચર્ચાઓ મુજબ ફેસબુક માં પોસ્ટ મુકનાર માધાભાઈ પટેલ એ પોતાના અંગત સ્વાર્થ ખાતર વિડીયો વાઈરલ નીં ધમકી આપી છે અને આ ધમકીથી પોતાનું કામ થઈ જાય તો 15મી એ વિડિયો વાઈરલ નહીં કરે.

આ પ્રકારના અશ્લીલ વિડીયો બનાવવા એ ભાજપના કાર્યકર્તા માટે નવી વાત નથી ભૂતકાળમાં પણ ભાજપ સંગઠનના કેટલાક નેતાઓના આવા અશ્લીલ વિડીયો વાઈરલ થઇ ચુક્યા છે અને જેતે સમયે તે નેતાની કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકી ચુક્યું છે. જેમાં સંજય જોશી અને જયંતી ભાનુશાળીના નામ મોખરે છે.

Tokyo Olympic 2021 / બોકસર લવલીનાની સેમીફાઇનલમાં થઇ હાર, છતા રચ્યો ઇતિહાસ

રાજકારણ / જો અમિત શાહ સંસદમાં આવશે તો માથુ મુંડાવી દઇશઃ TMC MP