Not Set/ શબાના આઝમીએ મોદી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું કહ્યુ

બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી અને સામાજીક કાર્યકર્તા શબાના આઝમીએ મધ્ય પ્રદેશનાં ઈંદોરમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેતા કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યુ કે, દેશમાં એક એવો માહોલ બનાવી દેવામાં આવ્યો છે કે જો કોઇ સરકારની આલોચના કરે છે તો તે દેશ વિરોધી કહી દેવામાં આવે છે. દેશમાં ચાલી રહેલા માહોલને ધ્યાને લેતા […]

Top Stories India
sabana શબાના આઝમીએ મોદી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું કહ્યુ

બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી અને સામાજીક કાર્યકર્તા શબાના આઝમીએ મધ્ય પ્રદેશનાં ઈંદોરમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેતા કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યુ કે, દેશમાં એક એવો માહોલ બનાવી દેવામાં આવ્યો છે કે જો કોઇ સરકારની આલોચના કરે છે તો તે દેશ વિરોધી કહી દેવામાં આવે છે.

દેશમાં ચાલી રહેલા માહોલને ધ્યાને લેતા શબાના આઝમીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યુ કે, આપણા દેશની ભલાઇ માટે આવશ્યક છે કે આપણે પોતાની ખામીઓને નિર્દેશ કરીએ. જો અમે તે નથી કરતા, તો આપણી સ્થિતિ કેવી રીતે સુધરશે? તેમણે કહ્યુ કે, આજે એક એવો માહોલ બનાવી દેવામાં આવ્યો છે કે જો આપણે સરકારની આલોચના કરીએ છીએ તો અમને દેશ વિરોધી સાબિત કરી દેવામાં આવે છે. આપણે ડરવાની જરૂર નથી. દેશનાં કોઇ પણ નાગરિકને તેમના પ્રમાણપત્રની કોઇ જરૂરત નથી. શબાનાએ આગળ કહ્યુ કે, આપણે ગંગા-જમુના સંસ્કારમાં મોટા થયા છીએ. આપણે આવી પરિસ્થિતિમાં તેની સામે ઘૂટણે બેસી જવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યુ કે, આપણો દેશ એક સુંદર દેશ છે અને દેશવાસીઓને તોડવાનો કોઇ પણ પ્રયત્ન દેશ માટે ઠીક રહેશે નહી. તેમણે કહ્યુ કે, દેશની નબળાઈ બતાવવી કોઇ ખરાબ વાત નથી, તેનાથી દેશની પ્રગતિ જ થાય છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં ચાલી રહેલા માહોલને ધ્યાને લઇને શબાના આઝમીએ પોતાની વાતને બેબાકીથી રાખી હતી. આપને જણાવી દઇએ કે, મોદી સરકારને લઇને બોલિવુડમાં બે ભાગ પડી ગયા હોવાનું પણ ઘણી વખત સામે આવી ચુક્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.