Bollywood/ શાહરૂખ ખાનને નથી મળી રહ્યું કામ? આર માધવન પાસેથી માંગ્યો બેકગ્રાઉન્ડ રોલ 

એક્ટર આર માધવન ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’ને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કામ કરવા માટે શાહરૂખ ખાને તેની સાથે વાત કરી હતી અને તે બેકગ્રાઉન્ડ રોલ કરવા માટે પણ તૈયાર હતો.

Entertainment
આર માધવન

એક્ટર આર માધવન (R Madhavan) તેની ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’ (Rocketry : The Nambi Effect) ને લઈને ચર્ચામાં છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે માધવનની આ ફિલ્મમાં કામ કરવા માટે શાહરૂખ ખાને તેની સાથે વાત કરી હતી. જેમાં કિંગ ખાને કહ્યું કે તેને ફિલ્મમાં કામ કરવું છે. જેના માટે બેકગ્રાઉન્ડ રોલ પણ ભજવશે. તાજેતરમાં આર માધવન દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તે જ સમયે, કેટલાક લોકો કહે છે કે શાહરૂખ ખાન પાસે કામ નથી, તેથી જ તેણે માધવનને તેની ફિલ્મમાં કામ કરવા માટે કહ્યું. તો શું છે આખો મામલો, આજે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ.

આર માધવને (R Madhavan interview) એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો. જેમાં તેણે જણાવ્યું હતું કે, “મેં શાહરૂખ ખાન સાહેબ સાથે રોકેટરીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે મેં તેમની સાથે ઝીરોમાં કામ કર્યું હતું. તે દરમિયાન શાહરૂખે કહ્યું હતું કે, ‘કોઈપણ રોલ બેકગ્રાઉન્ડમાં ભજવશે, હું ફિલ્મનો ભાગ બનવા માંગુ છું.’ જે બાદ મેં ખાન સાહેબના મેનેજરને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક સંદેશ મોકલ્યો. પછી તેમને તરત જ મેનેજર તરફથી એક ટેક્સ્ટ મળ્યો જેમાં લખ્યું હતું, ‘ખાન સાહેબ તારીખ પૂછી રહ્યા છે શૂટની’.. અને આ રીતે તે અમારી ફિલ્મનો ભાગ બની ગયા. ” માધવને વધુમાં ઉમેર્યું હતું કે, “બંને (શાહરૂખ અને સુરૈયા) ફિલ્મમાં તેમના કામ માટે એક પૈસો પણ ચાર્જ કર્યો ન હતો. તેઓ કોસ્ચ્યુમ અને સહાયકો માટે પણ ચાર્જ લેતા નથી.”

આપને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને સુર્યા ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’માં કેમિયો રોલમાં છે. ફિલ્મમાં માધવનના પાત્રનો ઈન્ટરવ્યુ લેતી વખતે શાહરૂખે ચેટ શો હોસ્ટની ભૂમિકા ભજવી હતી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ભૂતપૂર્વ રોકેટ સાયન્ટિસ્ટના જીવન પર આધારિત છે, જેના પર જાસૂસીનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો અને 1994માં ધરપકડ કરવામાં આવી હતી. આ ફિલ્મ જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. તે જ સમયે, લોકો આ ફિલ્મમાં તેમના રોલ માટે પૈસા ન લેવા બદલ શાહરૂખ અને સુર્યાની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો:મલયાલમ ફિલ્મ અભિનેતા વિજય બાબુ સામે બળાત્કારનો કેસ દાખલ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો: 67 વર્ષની રેખાની અદભૂત છે ફિટનેસ, માધુરી દીક્ષિત-કરિના કપૂર આ ઉંમરે પણ દેખાય છે ઘણી નાની, જાણો કેવી રીતે

આ પણ વાંચો:‘વિક્રમ’ ફિલ્મ કમલ હાસનની સૈાથી વધુ કમાણી કરનાર કેરિયરની પહેલી ફિલ્મ બની, 400 કરોડમાં સામેલ થશે