ટ્રેલર/ ફરહાનની ‘તુફાન’ ફિલ્મનું ટ્રેલર રજૂ થશે

ફરહાન અખ્તરના ફેન્સે તુફાન ફિલ્મના ટ્રેલર માટે લાંબા સમયથી રાહ જોઈ હતી, પરંતુ તેમની આતુરતાનો અંત આવ્યો છે. 30 જૂને એટલે કે આવતીકાલે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થશે

Entertainment
1111 ફરહાનની 'તુફાન' ફિલ્મનું ટ્રેલર રજૂ થશે

 પોતાના અવાજના જાદુથી ચાહકોને મંત્રમૃગ્ન કરનાર ફરહાન અખ્તર  ફરી એક વાર સ્પોર્ટ્સ પર આધારિત એક ફિલ્મમાં જોવા મળશે. જી, હા ફરહાન ‘તુફાન’ ફિલ્મ લઇને આવી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ નિર્દેશક કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ફરહાન અખ્તરના ફેન્સે તુફાન ફિલ્મના ટ્રેલર માટે લાંબા સમયથી રાહ જોઈ હતી, પરંતુ તેમની આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે 30 જૂને ફિલ્મનું ટ્રેલર લોન્ચ થશે. આ અંગે ફરહાન અખ્તર અને ફિલ્મના  નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ  સેર કર્યો છે.

આ પહેલા રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તરે એક સાથે ‘ભાગ મિલ્ખા ભાગ’  ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં ફરહાન અખ્તરે ભારતના દિવંગંત દોડવીર મિલ્ખા સિંઘનું પાત્ર ભજવ્યું હતું. જે મિલ્ખા સિંઘના જીવન પર આધારિત હતી. ફરહાનની ‘તુફાન’ ફિલ્મ 16 જુલાઈએ રિલીઝ થશે, જે પોસ્ટરમાં પણ જોઈ શકાય છે. આ ફિલ્મ પહેલા 21 મેએ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી હતી. એટલે હવે ફિલ્મ 16 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મ માટે ફરહાન અખ્તરે ખૂબ જ મહેનત કરી છે.

ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે અભિનેતા પરેશ રાવલ, મૃણાલ ઠાકુર, સુપ્રિયા પાઠક કપૂર અને હુસૈન દલાલ પણ જોવા મળશે. હવે જોવુ રહ્યુ કે, ફરહાનના ચાહકો તેની આ ફિલ્મને કેટલો આવકાર આપે છે.