Not Set/ શાહનવાઝ હુસૈને કોંગ્રેસ પર કસ્યો તંજ, કહ્યુ- અમારી તાકાત PM મોદી અને તમારી નબળાઇ રાહુલ ગાંધી

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ શાહનવાઝ હુસેને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને લોકસભાનાં સાંસદ રાહુલ ગાંધી પર કડક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીને આડેહાથ લેતા હુસૈને કહ્યું કે અમારી પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે જે અમારી શક્તિ છે જ્યારે કોંગ્રેસ પાસે રાહુલ ગાંધી છે જે કોંગ્રેસની નબળાઇ છે. શાહનવાઝ હુસેને કહ્યું કે લોકોએ અમને ન […]

Top Stories India
Shahnawaz Hussain શાહનવાઝ હુસૈને કોંગ્રેસ પર કસ્યો તંજ, કહ્યુ- અમારી તાકાત PM મોદી અને તમારી નબળાઇ રાહુલ ગાંધી

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ શાહનવાઝ હુસેને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને લોકસભાનાં સાંસદ રાહુલ ગાંધી પર કડક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીને આડેહાથ લેતા હુસૈને કહ્યું કે અમારી પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે જે અમારી શક્તિ છે જ્યારે કોંગ્રેસ પાસે રાહુલ ગાંધી છે જે કોંગ્રેસની નબળાઇ છે. શાહનવાઝ હુસેને કહ્યું કે લોકોએ અમને ન માત્ર સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, પરંતુ તેમના આશીર્વાદ પણ આપ્યા છે.

વળી જ્યારે શાહનવાઝ હુસૈનને ભાજપમાં લઘુમતીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, લોકોમાં અસમંજસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતીઓની સંખ્યા ઓછી છે, જ્યારે સત્ય એ છે કે ભાજપમાં અન્ય પક્ષ કરતા વધુ લઘુમતીઓ છે. ઝારખંડની ચૂંટણી અંગે શાહનવાઝ હુસૈને કહ્યું કે આજનો દિવસ ઝારખંડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. ઝારખંડમાં પીએમ મોદીની જાહેર સભાઓનો ઉલ્લેખ કરતા શાહનવાઝ હુસૈને કહ્યું કે જે રીતે જમશેદપુર અને ખૂન્ટીમાં પીએમ મોદીની જાહેર સભાઓમાં વિશાળ ભીડ ઉમટી, તેનાથી સ્પષ્ટ છે કે ઝારખંડમાં અમે 65 નો આંકડો વટાવીશું અને સરકાર બનાવીશું. હુસૈને કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા પણ કેટલાક પક્ષોએ મહાગઠબંધન બનાવીને મહાપ્રપંચ કર્યો હતો. ઝારખંડ અને બિહારમાં મહાગઠબંધન હોવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અહી મહાગઠબંધનની મહાહાર થઇ.

આ પહેલા ઝારખંડમાં ચૂંટણી સભાને સંબોધન કરતા અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે રાહુલ બાબા કેમ કહે છે કે તમે એનઆરસી કેમ લાવી રહ્યા છો અને ઘૂસણખોરોને બહાર કાઠી રહ્યા છો. આ લોકો ક્યાં જશે, તેઓ શું પહેરશે અને શું ખાશે. અમિત શાહે પૂછ્યું કે ઘૂસણખોર રાહુલ બાબાનાં કાકા-મામાનાં ભાઇ લાગે છે. શાહે કહ્યું, રાહુલ ગાંધીને જે કહેવુ છે તે કહેવા દો, પણ હું તમને કહેવા આવ્યો છું કે વર્ષ 2024 પહેલા ભાજપ એક-અક ઘૂસણખોરોને શોધી-શોધીને આ દેશમાંથી બહાર કાઠશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.