Not Set/ વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડનાં નામે રહ્યો આ શરમજનક રેકોર્ડ

આઈસીસી વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેચમાં કેન વિલિયમ્સને ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગનો નિર્ણય કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે બોલિંગની શરૂઆત કરી હતી, જે દરમિયાન કીવી ટીમ પ્રથમ 16 બોલમાં એક પણ રન બનાવી શકી નહોતી. ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ […]

Top Stories Sports
pjimage 64 વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડનાં નામે રહ્યો આ શરમજનક રેકોર્ડ

આઈસીસી વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેચમાં કેન વિલિયમ્સને ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગનો નિર્ણય કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે બોલિંગની શરૂઆત કરી હતી, જે દરમિયાન કીવી ટીમ પ્રથમ 16 બોલમાં એક પણ રન બનાવી શકી નહોતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડનાં ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે 16 બોલ ડોટ રમ્યા બાદ 17માં બોલમાં સિંગલ લઇને ટીમનું ખાતુ ખોલ્યુ હતુ. આ સાથે ન્યૂઝીલેન્ડ ટીમનાં નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાઇ ગયો છે, જેને તે ક્યારે પણ યાદ રાખવા નહી માંગે. આ વિશ્વકપમાં પાવરપ્લે દરમિયાન સૌથી ઓછા રન બનાવવાનાં મામલામાં ન્યૂઝીલેન્ડની ટીમ હવે ટોપ પર આવી ગઇ છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ભારત વિરુદ્ધ પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડ પહેલા 10 ઓવરમાં એક વિકેટનાં નુકસાને માત્ર 27 રન જ બનાવ્યા હતા. અહી ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને પણ પાછળ કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાનાં નામે હતો. જેણે ઈંગ્લેન્ડની વિરુદ્ધમાં 10 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા હતા. વળી આ લિસ્ટમાં ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝ ટીમ છે. જેણે આ જ મેદાન પર ભારત વિરુદ્ધ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 29 રન બનાવ્યા હતા.

આ વિશ્વકપમાં પ્રથમ 10 ઓવરમાં ખરાબ પ્રદર્શન કરવામા ચોથુ સ્થાન ફરી ન્યૂઝીલેન્ડનું જ આવે છે. જેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ મેદાનમાં 2 વિકેટ ગુમાવીને 30 રન બનાવ્યા હતા. તેટલુ જ નહી પાંચમાં સ્થાને પણ ન્યૂઝીલેન્ડનું જ નામ આવે છે. આ વખતે લોડ્સનાં મેદાનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1 વિકેટ ગુમાવીને તેણે 31 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન