Not Set/ શેન વોર્નનો ચોંકાવનારો ખુલાસો, આ ટીમ સામે મેચ ફિંક્સિગ માટે મળી હતી ઓફર

ક્રિકેટનાં ઈતિહાસનાં તમામ સ્પિનરોમાંથી સૌથી વધુ 708 વિકેટ લેનાર શેન વોર્ન કોઈને કોઈ વિવાદ કે મુદ્દાને લઈને ચર્ચામાં રહે છે. પોતાની કારકિર્દી દરમિયાન વિવાદોમાં રહેલ શેન વોર્ન નિવૃત્તિ બાદ પણ વિવાદોમાં રહ્યા છે.

Sports
શેન વોર્ન

ક્રિકેટનાં ઈતિહાસનાં તમામ સ્પિનરોમાંથી સૌથી વધુ 708 વિકેટ લેનાર શેન વોર્ન કોઈને કોઈ વિવાદ કે મુદ્દાને લઈને ચર્ચામાં રહે છે. પોતાની કારકિર્દી દરમિયાન વિવાદોમાં રહેલ શેન વોર્ન નિવૃત્તિ બાદ પણ વિવાદોમાં રહ્યા છે. ક્યારેક પોતાની હરકતોને કારણે તો ક્યારેક પોતાના નિવેદનોને કારણે તે ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તે ચર્ચામાં છે અને આ વખતે તેનું કારણ છે મેચ ફિક્સિંગ સાથે જોડાયેલો ખુલાસો.

11 2022 01 08T102042.679 શેન વોર્નનો ચોંકાવનારો ખુલાસો, આ ટીમ સામે મેચ ફિંક્સિગ માટે મળી હતી ઓફર

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં આગામી દિવસમાં કાતિલ ઠંડીની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે વધશે ઠંડી

શેન વોર્ને તેના તાજેતરનાં નિવેદનમાં દાવો કર્યો છે કે, તેને પાકિસ્તાન સામેની મેચમાં 2,76,000 ડોલરની લાંચની ઓફર કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે તેને આ મેચમાં ખરાબ પ્રદર્શન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ મેચ 1994માં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે કરાચીમાં રમાયેલી ટેસ્ટ મેચ હતી, ચોથા દિવસનાં અંતે તેમને લાંચની ઓફર કરવામાં આવી હતી. એમેઝોન પ્રાઇમ પર પ્રસારિત થનારી તેની આગામી ડોક્યુમેન્ટ્રી ‘શેન’માં વોર્ન કહે છે કે, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સલીમ મલિકે તેને કહ્યું હતું કે- હું તમને મળવા માંગુ છું. શેન વોર્ને આગળ કહ્યું- અમને પૂરો વિશ્વાસ હતો કે અમે પાકિસ્તાનને હરાવીશું. મેં દરવાજો ખખડાવ્યો, સલીમ મલિકે દરવાજો ખોલ્યો. હું બેઠો અને તે કહે છે – સારી મેચ ચાલી રહી છે. પછી મેં કહ્યું- હા, મને લાગે છે કે કાલે અમે જીતીશું. ત્યારે મલિક કહે છે- અમે હારી શકીએ નહીં. તમે નથી જાણતા કે જો અમે પાકિસ્તાનમાં હારીશું તો શું થશે. અમારા ઘરો બળી જશે. અમારા કુટુંબનું ઘર બળી જશે. શેન વોર્ને ત્યારબાદ ખુલાસો કર્યો કે મલિકે મને અને મારા સાથી ખેલાડીને 2,76,000ની લાંચની ઓફર કરી અને મને વાઈડ બોલિંગ કરવા અને વિકેટ લેવાનો પ્રયાસ ન કરવા કહ્યું હતુ.

શેન વોર્ન

આ પણ વાંચો – અમદાવાદ /  વધતાં કોરોના વાયરસને અટકાવવા માટે હાઇકોર્ટ દ્વારા ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી ….

વોર્ન કહે છે – મને સમજાતું નહોતું કે શું બોલવું, હું થોડીવાર ત્યાં જ બેઠો રહ્યો અને પછી મેં કહ્યું – ના, અમે તમને હરાવીશું. શેન વોર્ન કહે છે કે તે સમયે મેચ ફિક્સિંગ અજાણી વાત હતી. ત્રીસ વર્ષ પહેલાં એવું કંઈ નહોતું. તે પછી, વોર્નનાં કહેવા મુજબ, તેણે તેના કેપ્ટન માર્ક ટેલર અને કોચ બોબ ટેલરને જાણ કરી અને આ મુદ્દો મેચ રેફરી પાસે લઈ ગયો. ઉલ્લેખનીય છે કે, મલિક પર વર્ષ 2000માં આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મલિકે પાકિસ્તાન માટે 103 ટેસ્ટ મેચ અને 283 વનડે રમી હતી.