Business/ કોરોના સંક્રમણની ઈફેક્ટ, SENSEX 267 પોઇન્ટ તૂટ્યો

નકારાત્મક આંતરરાષ્ટ્રીય સંકેતોને કારણે સપ્તાહના પહેલા કારોબારી દિવસે આજ શેરબજારની શરૂઆત લાલ નિશાનથી થઈ છે. BSE સેન્સેક્સ 28 પોઈન્ટના ઘટાડા સાથે 46,932 પર ખુલ્યો છે. એ જ રીતે NSE નો નિફ્ટી 19 પોઈન્ટના ઘટાડા સાથે 13,741 પર ખુલ્યો છે.

Business
a 332 કોરોના સંક્રમણની ઈફેક્ટ, SENSEX 267 પોઇન્ટ તૂટ્યો

બ્રિટન સિવાય એશિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા ઉદભવથી રોકાણકારોમાં ચિંતાની સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ નબળો પડ્યો છે. સેન્સેક્સ 267 પોઇન્ટ ઘટીને 46,693.95 પર પહોંચી ગયો છે.

નકારાત્મક આંતરરાષ્ટ્રીય સંકેતોને કારણે સપ્તાહના પહેલા કારોબારી દિવસે આજ શેરબજારની શરૂઆત લાલ નિશાનથી થઈ છે. BSE સેન્સેક્સ 28 પોઈન્ટના ઘટાડા સાથે 46,932 પર ખુલ્યો છે. એ જ રીતે NSE નો નિફ્ટી 19 પોઈન્ટના ઘટાડા સાથે 13,741 પર ખુલ્યો છે.
શરુઆતી કારોબાર દરમિયાન જ સેન્સેકસ 267 ટુટીને 46,693.95 પર પહોંચી ગયો હતો. એજ રીતે નિફટી 86 પોઈન્ટથી તુટીને 13,674 પર પહોંચી ગયો, જો કે, સવારે 10 વાગ્યા પછી બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં, લગભગ 648 શેર વધ્યા હતા અને 837 ઘટ્યા હતા.

ગત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે BSE સેન્સેક્સ 47 હજારને પાર કરી ગયો હતો. આ ઘટના શેરબજારના ઇતિહાસમાં પહેલીવાર બની છે. સેન્સેક્સ 136 પોઇન્ટ વધીને 47,026 પર ખુલ્યો છે. એ જ રીતે NSEનો નિફ્ટી 24 પોઈન્ટના વધારા સાથે 13,764.40 પર ખુલ્યો.

જો કે, બાદમાં બજારમાં વધઘટ થવા લાગી. તેમ છતાં, કારોબારના અંતે સેન્સેક્સ 70.35 પોઈન્ટ વધીને 46,960.69 ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો. એ જ રીતે, નિફ્ટી લગભગ 20 પોઇન્ટ વધીને 13,760.55 ની સપાટીએ બંધ રહ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…