Jio Financial-Lower Circuit/ જિયો ફાઇનાન્સિયલના શેરમાં વગર હિન્ડનબર્ગે લાગી નીચલી સર્કિટ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની જિયો ફાઇનાન્સિયલના શેરમાં વગર હિન્ડનબર્ગ રિપોર્ટે સતત બીજા દિવસે નીચલી સર્કિટ લાગી છે. અદાણી જૂથના શેરમાં તો હિન્ડનબર્ગના રિપોર્ટ પછી વેચવાલી આવી હતી, પરંતુ જિયોના શેરમાં તો લિસ્ટિંગ થયા પછી તરત જ વેચવાલી શરૂ થઈ ગઈ છે.

Business
Jio Financial Services 2 જિયો ફાઇનાન્સિયલના શેરમાં વગર હિન્ડનબર્ગે લાગી નીચલી સર્કિટ

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની Jio-Lower Circuit જિયો ફાઇનાન્સિયલના શેરમાં વગર હિન્ડનબર્ગ રિપોર્ટે સતત બીજા દિવસે નીચલી સર્કિટ લાગી છે. અદાણી જૂથના શેરમાં તો હિન્ડનબર્ગના રિપોર્ટ પછી વેચવાલી આવી હતી, પરંતુ જિયોના શેરમાં તો લિસ્ટિંગ થયા પછી તરત જ વેચવાલી શરૂ થઈ ગઈ છે.

જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના શેર સોમવારે બાદ મંગળવારે પણ પાંચ ટકાની સર્કિટના પગલે 239.20 પર જ ખૂલ્યો હતો. ગઇકાલે પણ તે પાંચ ટકાની સર્કિટના પગલે 251.75 પર બંધ હતો.  જ્યારે એનએસઈ Jio-Lower Circuit  પર પાંચ ટકાના ઘટાડા સાથે 236.45 પર ખૂલ્યો હતો. આ રીતે શેરમાં સતત બીજા દિવસે નીચલી સર્કિટ જોવા મળી હતી. એક્સ્ચેન્જ દ્વારા જિયો ફાઇનાન્સિયલ સર્વિસિઝ માટે પાંચ ટકાની નીચલી સર્કિટ નક્કી કરવામાં આવી છે. હવે જો આ સર્કિટ ન હોત તો તેના શેરમાં કેવો કડાકો બોલ્યો હોત તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

અગાઉ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ તરીકે જાણીતી જિયો ફાઈ. 21 ઓગસ્ટે જ શેરબજારમાં લિસ્ટ થઈ હતી. કંપની BSE પર શેર દીઠ રૂ. 265 અને NSE પર રૂ. 262 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ હતી લિસ્ટિંગ Jio-Lower Circuit પછી તરત જ જિયો ફાઈ. સર્વિસમાં લોઅર સર્કિટ લાગી હતી. ગઈકાલે બીએસઈ પર શેર પાંચ ટકાની નીચલી સર્કિટ સાથે રૂ. 251.75 પર બંધ થયો હતો. તે જ સમયે, NSE પર સ્ટોક 5 ટકા ઘટીને 248.90 પર બંધ થયો.

લિસ્ટિંગ પછી જિયો ફાઈ. સર્વિસિઝનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.58 લાખ કરોડ રૂપિયા હતું અને તે બજાજ ફાઈનાન્સ પછી દેશની બીજી સૌથી મોટી એનબીએફસી કંપની હતી.  કંપનીને લિસ્ટિંગ બાદ દસ દિવસ માટે ટ્રેડ-ટુ-ટ્રેડ સેગમેન્ટમાં મૂકવામાં આવી છે. આનો અર્થ એમ થાય કે કંપનીમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ થતું નતી. તેનો સ્ટોક ફક્ત ડિલિવરી માટે કરી શકાય છે.

જિયો ફાઈ. સર્વિસિમાં ચાલતી વેચવાલી અંગે માનવામાં Jio-Lower Circuit આવે છે કે સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સને ડીમર્જર પછી જિયો ફાઈ.ના શેર મળ્યા હતા. તેમણે જિયો ફાઈ.ના શેર વેચ્યા છે. એક અંદાજ મુજબ મ્યુ. ફંડે 145 મિલિયન શેર વેચ્યા છે. આ સિવાય એક્સ્ચેન્જ ટ્રેડેડફંડ્સ (ઇટીએફ ફંડ્સ)એ પણ જિયો ફાઈ.ના શેર વેચ્યા છે. બજારના નિષ્ણાતો માને છે કે જિયો ફાઈ.ના શેરમાં હજી પણ આગામી સમયમાં વેચવાલી જારી રહી શકે છે. બજારમાં ઘણા બ્રોકરેજ હાઉસ માને છે કે શેરની વાજબી કિંમત 180થી 190 રૂપિયા છે. તેથી આ શેર તેના વાજબી ભાવ સુધી પહોંચશે નહી ત્યાં સુધી તેમા વેચવાલી જોવા મળી શકે છે.

 

આ પણ વાંચોઃ Big decision of Gujarat High Court/ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય; છૂટાછેડા પછી પણ પત્ની કરી શકે છે દહેજ ઉત્પીડનનો કેસ, પરંતુ…

આ પણ વાંચોઃ Surat Epidemics-death/સુરતનું નીંભર આરોગ્યતંત્રઃ રોગચાળાથી મોતનો આંકડો 33 પર પહોંચ્યો

આ પણ વાંચોઃ માનવતા શર્મસાર/70 વર્ષનો વ્યક્તિ બન્યો હેવાન, 4 વર્ષની  માસૂમ પર કર્યો બળાત્કાર 

આ પણ વાંચોઃ Kush Patel-Suicide/ડુંગરા દૂરથી રળિયામણાઃ લંડનમાં અમદાવાદના કુશ પટેલની આત્મહત્યા

આ પણ વાંચોઃ Gujarat politics/લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું OBC કાર્ડ, ગુજરાતમાં આ ૨ નેતાઓને મળી જગ્યા