attacke/ માલદીવમાં સ્કૂટી પર જઈ રહેલા મંત્રી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, જાણો કેવી રીતે બચાવ્યો જીવ

માલદીવના પર્યાવરણ મંત્રી અલી સોલિહ પર  હુમલો થયો હતો. માલદીવની રાજધાની માલેના ઉત્તરમાં એક માર્ગ પર એક વ્યક્તિએ તેમને છરી મારી હતી

Top Stories World
5 2 9 માલદીવમાં સ્કૂટી પર જઈ રહેલા મંત્રી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, જાણો કેવી રીતે બચાવ્યો જીવ

માલદીવના પર્યાવરણ મંત્રી અલી સોલિહ પર  હુમલો થયો હતો. માલદીવની રાજધાની માલેના ઉત્તરમાં એક માર્ગ પર એક વ્યક્તિએ તેમને છરી મારી હતી, પરંતુ મંત્રી ત્યાંથી ભાગવામાં સફળ રહા હતા. જો કે છરીના ઘાને કારણે તેમને ડાબા હાથમાં ઈજા થઈ છે.

સોલિહ પર આ જીવલેણ હુમલો ત્યારે થયો જ્યારે તે હુલહુમાલેના રસ્તા પર તેમની સ્કૂટી પર ક્યાંક જઈ રહા હતા.  હુમલાખોરે મંત્રીના ગળા પાસે ધારદાર હથિયાર વડે પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ હુમલામાં તેઓ નાસી છૂટવામાં સફળ રહા હતા. પરંતુ છરીના કારણે તેમના ડાબા હાથમાં ઈજા થઈ હતી.

નોંધનીય છે કે ગયા વર્ષે રાજધાની માલેમાં પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ પર પણ હુમલો થયો હતો અને તેઓ આ હુમલામાંથી બચી ગયા હતા. હુમલાખોરોએ તેમના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટક તેમની કાર પાસે પાર્ક કરેલી બાઇકમાં મૂકવામાં આવ્યો હતો. જેના કારણે વિસ્ફોટ થયો હતો. બાદમાં તેમને સારવાર માટે જર્મની લઈ જવામાં આવ્યા હતા.