કોરોના સંક્રમણ/ રાહુલ ગાંધી બાદ શશી થરૂર અને અધીર રંજન ચૌધરી પણ કોરોના સંક્રમિત

લોકસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર કોરોનાપોઝીટીવ આવ્યા છે.  તેણે જાતે  ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધિર રંજન ચૌધરી પણ કોરોના સંક્રમિત બન્યા છે.

India Trending
ventilator 12 રાહુલ ગાંધી બાદ શશી થરૂર અને અધીર રંજન ચૌધરી પણ કોરોના સંક્રમિત

લોકસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર કોરોનાપોઝીટીવ આવ્યા છે.  તેણે જાતે  ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધિર રંજન ચૌધરી પણ કોરોના સંક્રમિત બન્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જાહેર કર્યું છે કે  તેઓ પોતે કોરોના પોઝિટિવ છે.

શશી થરૂરે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘ટેસ્ટીંગ માટે બે દિવસ અને પરિણામ માટે દોઢ દિવસની રાહ જોયા બાદ, તે નક્કી થયું કે હું કોરોના પોઝિટિવ છું. સકારાત્મક વિચાર અને આરામ, વરાળ અને પેય પદાર્થો સાથે સ્વસ્થ્ય થવાની આશા છે.  મારી બહેન અને 85 વર્ષની માતા પણ કોરોના પોઝિટિવ છે. ‘

બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધિર રંજન ચૌધરીએ પણ કહ્યું છે કે એતો પણ  કોરોના સંક્રમિત છે.  તેમણે ટ્વિટ કરીને કહ્યું, ‘મારો કોરોના રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. છેલ્લા 7 દિવસથી મારી સાથે સંપર્કમાં આવનારા દરેકને કોરોના પ્રોટોકોલને અનુસરવા વિનંતી છે. હું વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા મારું અભિયાન ચાલુ રાખીશ. દરેકને હું કોરોનાને તેમના જીવનથી દૂર રાખવા સૂચન અને વિનંતી કરું છું. ‘

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અધિર રંજન ચૌધરી જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે.