Political/ પાર્ટી છોડી ભાજપમાં જોડાઇ રહેલા નેતાઓને લઇને શશિ થરૂરે આપી પ્રતિક્રિયા- કોંગ્રેસ યુક્ત ભાજપ!

યુપી વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યમાં પાર્ટીનાં મજબૂત નેતા આરપીએન સિંહ મંગળવારે ભાજપમાં જોડાયા.

Top Stories India
કોંગ્રેસ યુક્ત ભાજપ

યુપી વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યમાં પાર્ટીનાં મજબૂત નેતા આરપીએન સિંહ મંગળવારે ભાજપમાં જોડાયા. પાર્ટી માટે આ એક મોટો આંચકો પણ છે, કારણ કે તાજેતરની યુપી ચૂંટણી માટે બહાર પાડવામાં આવેલી કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની યાદીમાં આરપીએન સિંહનું નામ પણ સામેલ હતું. જ્યારે કોંગ્રેસે આરપીએન સિંહનાં ભાજપમાં જોડાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કાયર લોકો આ લડાઈ લડી શકતા નથી, પાર્ટીનાં દિગ્ગજ નેતા શશિ થરૂરે પણ ટ્વીટ કરીને તેમની મજાક ઉડાવી હતી.

આ પણ વાંચો – UP Election / અમારું ગામ યોગીજીની સાથે છે, અહીં આવીને અન્ય પાર્ટીઓ પોતાનો સમય ન બગાડે

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આરપીએન સિંહનાં ભાજપમાં જોડાવા પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘છોડીને જઇ રહ્યા છે ઘર પોતાનુ… કદાચ તેમના કોઈ બીજા સપના છે, હવે ત્યાં પણ દરેક પોતાના જેવા છે.. (કોંગ્રેસ યુક્ત ભાજપ!). આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ યુપીમાં કોંગ્રેસનાં મોટા નેતાઓમાંથી એક જિતિન પ્રસાદ પણ ભાજપમાં જોડાયા હતા. મંગળવારે આરપીએન સિંહે ટ્વિટર પર જાહેર કરેલા પોતાના રાજીનામામાં લખ્યું, ‘હું કોંગ્રેસ પાર્ટીનાં પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસે મને દેશની સેવા કરવાની જે તક આપી છે તેના માટે હું પાર્ટી અને પાર્ટીનાં લોકોનો આભાર માનું છું. આજે હું મારી રાજકીય સફરનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. બીજી બાજુ, આરપીએન સિંહનાં ભાજપમાં જોડાવા પર કોંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, તેમની પાર્ટી જે લડાઈ લડી રહી છે તે લડવું કાયર લોકોનું કામ નથી.’

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

નોંધનીય છે કે, આરપીએન સિંહ કોંગ્રેસનાં ઝારખંડ રાજ્ય પ્રભારી હતા અને યુપી ચૂંટણીનાં સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનું નામ પણ સામેલ હતું. જો કે આરપીએન સિંહ ભાજપમાં જોડાયા બાદ ઝારખંડ કોંગ્રેસનાં નેતાઓએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસનાં ધારાસભ્ય અંબા પ્રસાદે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે આરપીએન સિંહ એક વર્ષથી વધુ સમયથી ભાજપ સાથે સાંઠગાંઠ કરીને ઝારખંડમાં કોંગ્રેસ-જેએમએમ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટી નેતૃત્વને પણ આ અંગે સતત ચેતવણી આપવામાં આવી હતી. તેમના ભાજપમાં જોડાવાથી ઝારખંડનો દરેક સાચો કોંગ્રેસી ખુશ છે.