INDIA vs BHARAT/ શશી થરૂરનો વળતો જવાબ!! “I.N.D.I.A ગઠબંધનનું નામ બદલીને ‘ભારત’ કરો”

તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે હવે વિપક્ષી ગઠબંધનનું નામ ‘ભારત’ (BHARAT) રાખવાની સલાહ આપી છે.

Top Stories India Politics
Shashi Tharoor શશી થરૂરનો વળતો જવાબ!! "I.N.D.I.A ગઠબંધનનું નામ બદલીને 'ભારત' કરો"

દેશમાં INDIA vs BHARAT પર સત્તા પક્ષ અને વિપક્ષમાં વચ્ચે ચાલી રહેલી ખેચતાણમાં કોંગ્રેસના નેતા શશિ થરૂરે એક નવું પગલું ભર્યું છે. તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે હવે વિપક્ષી ગઠબંધનનું નામ ‘ભારત’ (BHARAT) રાખવાની સલાહ આપી છે. કોંગ્રેસ સાંસદે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. છતાં I.N.D.I.A. ગઠબંધન દ્વારા ભાજપ પર પ્રહારો કરી રહેલા વિપક્ષે હવે “BHARAT”નાં હથિયારો સાથે ભાજપને ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે G-20 ડિનર માટેના આમંત્રણ કાર્ડ પર પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યા બાદ વિપક્ષે શાસક પક્ષ પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ નેતા શશિ થરૂરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર પોસ્ટમાં લખ્યું હતું કે, હવે આપણે પોતાને Alliance for Betterment (પ્રગતી), Harmony (સૌહાર્દ) અને Responsible Advancement for Tomorrow (એટલે કે, આવતીકાલના વિકાસ વાળા) (BHARAT)ના નામથી કહી શકીએ છીએ. આ રીતે કદાચ આપણે સત્તાધારી પક્ષને નામ બદલવાની મૂર્ખામીભરી રમતને રોકી શકીશું.

જો વિપક્ષ શશિ થરૂરના સૂચનને સ્વીકારે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે ઈન્ડિયાને બદલે ભારત દ્વારા ભાજપ પર પ્રહાર કરતા જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. માનવામાં આવે છે કે આ સત્ર દરમિયાન સત્તારૂઢ પાર્ટી દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે. જો કે કેન્દ્ર સરકારે સત્રનો એજન્ડા જણાવ્યો નથી.

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આજે ​​પત્ર લખીને કેન્દ્રને સંસદ સત્રનો એજન્ડા જાહેર કરવા વિનંતી કરી છે. સોનિયાએ પીએમ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે, વિરોધ પક્ષ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે જો વિપક્ષને પણ વિશ્વાસમાં લેવામાં આવે. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ પણ નામ બદલવાને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે અમે નામ જાતે બદલીશું.

આ પણ વાંચો: નવા સંસદ ભવનમાં સત્ર/ નવા સંસદ ભવનમાં યોજાશે વિશેષ સત્ર, અહીં જાણો શું હશે સંપૂર્ણ શિડ્યુલ

આ પણ વાંચો: Sanatan Dharma/ સળગતામાં હાથ નાખ્યો…! હવે કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું- “સવાલ એ છે કે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો અને કોણે તેને બનાવ્યો?”

આ પણ વાંચો: Mahant Dilipdasji/ અખિલ ભારતીય સંત સમિતિમાં ગુજરાતના પ્રમુખ તરીકે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી