Not Set/ શિલ્પા શેટ્ટી મીડિયા પર રોષે ભરાઇ, 29 સામે માનહાનિનો કેસ દાખલ કર્યો

શિલ્પા શેટ્ટીએ કહ્યું છે કે મીડિયા દ્વારા તેમની પ્રાયવસીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને તેમના અંગત જીવન વિશે ખોટી અને અપમાનજનક વાતો કહેવામાં આવી રહી છે.

Top Stories
shilpa shetty court શિલ્પા શેટ્ટી મીડિયા પર રોષે ભરાઇ, 29 સામે માનહાનિનો કેસ દાખલ કર્યો

પોર્ન કેસમાં ઘેરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટી મીડિયા પર ગુસ્સે થઈ ગઈ છે. તેમણે બોમ્બે હાઈકોર્ટમાં 29 પત્રકારો અને મીડિયા હાઉસ સામે માનહાનિનો દાવો કર્યો છે, જેની સુનાવણી શુક્રવારે થશે. શિલ્પા શેટ્ટીએ કહ્યું છે કે અશ્લીલતાના મામલામાં ખોટી રિપોર્ટિંગ દ્વારા તેની છબીને ખરાબ કરવામાં આવી રહી છે.

શિલ્પાએ કોર્ટમાં માંગ કરી છે કે મીડિયાને તેના વિરુદ્ધ અપમાનજનક સામગ્રી પ્રકાશિત કરતા અટકાવવી જોઈએ. તેણે વધુમાં આરોપ લગાવ્યો છે કે મીડિયા હાઉસ વધુ હિટ્સ મેળવવા માટે સનસનાટીભર્યા સમાચાર અપલોડ કરે છે. તેણે એમ પણ કહ્યું છે કે મારા પતિ વિરુદ્ધ ચાલી રહેલા કેસ અંગે ખોટી વાતો કરવામાં આવે છે.

શિલ્પાએ હાઇકોર્ટમાં કહ્યું કે   આ મીડિયા હાઉસને તેના વિરુદ્ધ પ્રકાશિત કરેલી અપમાનજનક સામગ્રીને દૂર કરવા અને બિનશરતી માફી માંગવા માટે આદેશ આપવા જણાવ્યું છે. જેની સામે શિલ્પાએ આ કેસ નોંધાવ્યો છે તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગુગલનો સમાવેશ છે. શિલ્પા શેટ્ટીએ કહ્યું છે કે મીડિયા દ્વારા તેમની પ્રાયવસીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને તેમના અંગત જીવન વિશે ખોટી અને અપમાનજનક વાતો કહેવામાં આવી રહી છે.