ગુજરાત/ પોરબંદરથી UAE જતું જહાજ ડૂબ્યું : રોમાંચક રીતે કરાયું રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ કોસ્ટ ગાર્ડને થતાં તેમને રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 2 ALH હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Gujarat Others
પોરબંદર

પોરબંદરથી UAE જતું જહાજ મધદરિયે ભારે વરસાદ અને પવનના કારણે ડુબી રહ્યું હતું જેમાં 22 જેટલા ક્રુ મેમ્બરને કોસ્ટગાર્ડ દ્વારા 2 ALH હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરીને બચાવી લેવામાં આવ્યા હતા. વધુ માહિતી મુજબ આજે પોરબંદરથી UAE તરફ તરફ જઇ રહેલું જહાજ ભારે પવન અને વરસાદના કારણે મધદરિયે ડૂબી રહ્યું હતું. આ ઘટનાની જાણ કોસ્ટ ગાર્ડને થતાં તેમને રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 2 ALH હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના આધારે જહાજમાંથી 22 જેટલા ક્રૂ મેમ્બરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. જેમાં કોસ્ટગાર્ડને ભવ્ય સફળતા મળી હતી. પોરબંદરના દરિયાકાંઠે સફર કરી રહેલા જહાજના ક્રૂ તરફથી તકલીફની ચેતવણી મળ્યા બાદ કોસ્ટ ગાર્ડે તેની કામગીરી શરૂ કરી હતી. માટે વાળવામાં આવી છે. આ જહાજ પોરબંદરથી પશ્ચિમમાં 93 NM સ્થિત છે અને ખોર ફક્કન UAE-કારવાર ભારતથી 22 ક્રૂ સાથે 6000T બિટ્યુમેન વહન કરે છે. ભારતીય કોસ્ટ ગાર્ડે બુધવારે ગુજરાતના પોરબંદર કિનારે અરબી સમુદ્રમાં અનિયંત્રિત પૂરને કારણે MT ગ્લોબલ કિંગ તરફથી ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયા બાદ પુનઃપ્રાપ્તિ કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : સાણંદ તાલુકામાં ભૂ-માફિયાઓનો આતંક : ફાંગડી ગામે ગેરકાયદેસર રેતી ખનન