Not Set/ રામ મંદિરને લઇને રાજનીતિ ગરમાઇ, અયોધ્યા પહોચ્યા શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે, કર્યા દર્શન

શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ રવિવારે અયોધ્યા પહોચીને તેમના સાંસદોની સાથે મળી રામલલાનાં દર્શન કર્યા. અહી ઉદ્વવ ઠાકરે સહિત તેમના દરેક સાંસદોને રાજ્ય અતિથિનો દરજ્જો મળેલો છે. આ પહેલા દર્શન કરવા પહોચેલા ઉદ્વવ ઠાકરેનું સંત પરિસરમાં માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ દરિમયાન શિવસેનાનાં સાંસદોએ નારા લગાવતા કહ્યુ, દેખો, દેખો કોણ આવ્યુ, શિવસેનાનો શેર આવ્યો. […]

Top Stories India
uddhav thackeray રામ મંદિરને લઇને રાજનીતિ ગરમાઇ, અયોધ્યા પહોચ્યા શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે, કર્યા દર્શન

શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ રવિવારે અયોધ્યા પહોચીને તેમના સાંસદોની સાથે મળી રામલલાનાં દર્શન કર્યા. અહી ઉદ્વવ ઠાકરે સહિત તેમના દરેક સાંસદોને રાજ્ય અતિથિનો દરજ્જો મળેલો છે. આ પહેલા દર્શન કરવા પહોચેલા ઉદ્વવ ઠાકરેનું સંત પરિસરમાં માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ દરિમયાન શિવસેનાનાં સાંસદોએ નારા લગાવતા કહ્યુ, દેખો, દેખો કોણ આવ્યુ, શિવસેનાનો શેર આવ્યો. દર્શન પહેલા પાર્ટીનાં સાંસદોએ કહ્યુ કે, હવે સમય આવી ગયો છે, અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવુ જોઇએ.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એકવાર ફરી રાજનીતિ ગરમાઇ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે તેમના 18 સાંસદોની સાથે આજે રવિવારે રામલલાનાં દરબાર પહોચ્યા હતા. જ્યા તેમણે રામલલા મંદિરમાં પ્રાથના કરી. ઉદ્વવ ઠાકરેનું આ પગલુ રામ નિર્માણ માટે મોદી સરકાર પર રાજનીતિક દબાવ બનાવવાનું હોય તે રીતે જોવામાં આવી રહ્યુ છે. ઉદ્વવ ઠાકરેની સાથે આદિત્ય ઠાકરે પણ રામલલાનાં દર્શન કરવા પહોચ્યા હતા. આપને જણાવી દઇએ કે, લોકસભાની ચૂંટણી પૂર્વે પણ ઉદ્વવ ઠાકરેએ પોતાના પરિવાર સાથે રામલલાનાં દર્શન કર્યા હતા. ત્યારે તેમણે કહ્યુ હતુ કે, રામ અમારા માટે રાજનીતિક વિષય નથી. શિવસેના રામનાં નામ પર ક્યારે વોટ નહી માંગે. લોકસભાની ચૂંટણી બાદ અમે ફરી અયોધ્યા આવીશુ. ઉદ્વવ ઠાકરેની રાજનીતિક વિરાસતની વાત કરીએ તો તે અયોધ્યાથી જ જોડાયેલી છે.

રામમંદિર નિર્માણ પર સાધુ સંત સતત મોદી સરકાર અને યોગી સરકાર પર દબાવ બનાવી રહ્યુ છે. તેમનું કહેવુ છે કે મોદી સરકાર એકવાર ફરી રામ મંદિરનાં નિર્માણનો વાયદો કરતા સત્તામાં બહુમતથી આવી છે. આજે કેન્દ્રમાં મોદી સરકાર અને રાજ્યમાં મોદી સરકાર છે, ત્યારે રામ મંદિર નિર્માણમાં મોડુ કેમ થઇ રહ્યુ છે? લોકસભાની ચૂંટણી પૂર્વે સાધુ સંત મોદી સરકારને રામ મંદિર બનાવવા માટે અધ્યાદેશ લાવવાની પણ માંગ કરી ચુક્યા છે.

રામ મંદિર મામલાની શરૂઆત ક્યારે થઇ?

રામ મંદિર મામલો વર્ષ 1950માં ગોપાલ સિંહ વિશારદે ઈલાહાબાદ હાઇકોર્ટમાં દાખલ કર્યો હતો. જેને લઇને તેમણે વિવાદિત સ્થળ પર હિન્દુ રીતિ રિવાજથી પૂજા કરવાની પરવાનગી માંગી. ત્યારબાદ વર્ષ 1959માં નિર્મોહી અખાડાએ વિવાદિત ભૂમિ પર પોતાના નિયંત્રણની માંગ કરી. નિર્મોહી અખાડાની જેમ મુસ્લિમ સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ કોર્ટમાં વિવાદિત ભૂમિ પર પોતાનો દાવો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2010માં ઈલાહાબાદ હાઇકોર્ટે વિવાદિત જમીનનાં ત્રણ ભાગ પાડ્યા હતા. ત્યારબાદ રામલલા વિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડને આપી દેવામાં આવી. આજે તેના પર સર્વસંમત્તિ માટે સુપ્રિમ કોર્ટે ત્રણ સદસ્યોની પેનલ બનાવી છે. જેને નવી સમયસીમાં મુજબ 15 ઓગષ્ટ સુધી પોતાની રિપોર્ટ સીલબંધ પેપરમાં દાખલ કરવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.