મહારાષ્ટ્ર/ શિવસેનાના બળવાખોર ધારાસભ્ય ઉદય સામંત પર હુમલો, કારના તોડ્યા કાચ

કટરાજ વિસ્તારમાં સિગ્નલ પર સામંતની કાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. સામંતના વાહનને ઘેરી લેવાનો પ્રયાસ કરતા ટોળાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં લોકો સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે.

Top Stories India
ઉદય સામંત

શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી ઉદય સામંત ની કાર પર કથિત હુમલાના સંબંધમાં પાર્ટીના પુણે શહેર એકમના પ્રમુખ અને અન્ય ચારની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. મંગળવારે રાત્રે લગભગ 9 વાગે શહેરના કટરાજ વિસ્તારમાં સિગ્નલ પર ઉદય સામંત ની કાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. સામંતના વાહનને ઘેરી લેવાનો પ્રયાસ કરતા ટોળાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં લોકો સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે.

મંગળવારે મોડી રાત્રે ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિત ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ 15 થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. બળવાખોર ધારાસભ્યની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ટેકો આપનારા શિવસેનાના 40 ધારાસભ્યોમાંથી એક સામંત અહીં જિલ્લામાં શિંદેના કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતા. મદદનીશ પોલીસ કમિશનર (સ્વારગેટ વિભાગ) સુષ્મા ચવ્હાણે જણાવ્યું હતું કે, “સામંતની કાર પર હુમલાના સંબંધમાં ધરપકડ કરાયેલા પાંચમાં શિવસેનાના શહેર એકમના પ્રમુખ સંજય મોરેનો સમાવેશ થાય છે.”

“અમે આઈપીસી કલમ 307 (હત્યાનો પ્રયાસ), 353 (જાહેર કર્મચારીને તેની ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ફોજદારી બળ) અને રમખાણો સંબંધિત કલમો હેઠળ 15 થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે,” તેમણે કહ્યું. સામંતના નજીકના સાથીદારે આ ઘટનામાં પૂર્વ મંત્રી જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેની વિન્ડશિલ્ડને નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની જાહેર સભા આજુબાજુના વિસ્તારમાં હતી તે સમયે આ ઘટના બની હતી. સામંતે બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમની કાર પર હુમલો પૂર્વયોજિત હતો.

આ પણ વાંચો:PM મોદી બાદ હવે રાહુલ ગાંધીએ પણ સો.મીડિયા પર બદલી DP, જુઓ કોનો લગાવ્યો ફોટો

આ પણ વાંચો:મંકીપોક્સથી બચવા માટે શું કરવું અને શું નહીં, સરકારે આ માર્ગદર્શિકા બહાર પાડી

આ પણ વાંચો:દિલ્હીમાં વધી રહ્યો છે મંકીપોક્સનો ગ્રાફ, હવે આ હોસ્પિટલોમાં પણ દર્દીઓને સારવારની સુવિધા મળશે