Opposition/ રાજસ્થાન ભાજપની મહિલા વિધાનસભ્યનો શોલે જેવો ડ્રામાઃ ટાંકી પર ચઢી કર્યુ વિરોધ પ્રદર્શન

ભાજપના રાજસ્થાનના મહિલા વિધાનસભ્ય ચંદ્રકાંતા મેઘવાલે બિલકુલ આ જ પ્રકારની સ્થિતિ સરકાર સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન સર્જી હતી. ચંદ્રકાંતા મેઘવાલે રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં લૂંટમાં થયેલા 15 ઘટનામાં પોલીસની નિષ્ફળતા સામે પાણીની ટાંકી પર ચઢીને વિરોધ કર્યો હતો.

Top Stories India
Rajasthan woman MLA રાજસ્થાન ભાજપની મહિલા વિધાનસભ્યનો શોલે જેવો ડ્રામાઃ ટાંકી પર ચઢી કર્યુ વિરોધ પ્રદર્શન
  • દસ કલાક સુધી ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
  • પોલીસની નિષ્ફળતા સામે કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન

બોલિવૂડની ઐતિહાસિક ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્રએ પાણીની ટાંકી પર ચઢીને હેમામાલિનીને પરણવા માટે કરેલો જબરજસ્ત ડ્રામા ઐતિહાસિક સીન બની ગયો છે. આ ટ્રેડમાર્ક સીનની વાસ્તિવક ધોરણે નકલ થવા લાગી છે. ભાજપના રાજસ્થાનના મહિલા વિધાનસભ્ય ચંદ્રકાંતા મેઘવાલે બિલકુલ આ જ પ્રકારની સ્થિતિ સરકાર સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન સર્જી હતી. ચંદ્રકાંતા મેઘવાલે રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં લૂંટમાં થયેલા 15 ઘટનામાં પોલીસની નિષ્ફળતા સામે પાણીની ટાંકી પર ચઢીને વિરોધ કર્યો હતો.

સામાન્ય રીતે વિધાનસભ્યો રસ્તા રોકો કરતા હોય છે કે હડતાળ પાડે છે, પણ ચંદ્રકાંતા મેઘવાલે રીતસરના શોલેના ધર્મેન્દ્રની જેમ પાણીની ટાંકી પર ચઢીને પોલીસની નિષ્ફળતાનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં કપ્રેનમાં ચોરી અને લૂંટની 15 ઘટનાઓ સામે આવી છે. તેમાંથી 25-30 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. પરંતુ પોલીસ એક પણ ઘટનામાં આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.

મામલો બુંદી જિલ્લાના કપરીનનો છે. ભાજપના ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલ, ભાજપ જિલ્લા અધ્યક્ષ ચિતારલાલ રાણા સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ટાંકી પર ચડીને પોલીસ સામે 10 કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં દરરોજ ચોરી અને લૂંટની ઘટનાઓ બની રહી છે. પરંતુ પોલીસ તેમને રોકવામાં નિષ્ફળ રહી છે.

ભાજપના ધારાસભ્ય ચંદ્રકાન્તા મેઘવાલે કહ્યું કે છેલ્લા 15 દિવસમાં કપ્રેનમાં ચોરી અને લૂંટની 15 ઘટનાઓ સામે આવી છે. તેમાંથી 25-30 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. પરંતુ પોલીસ એક પણ ઘટનામાં આરોપીઓને પકડી શકી નથી. આ મામલામાં ભાજપના ધારાસભ્યએ તેમના સમર્થકો સાથે જિલ્લા વહીવટીતંત્રને કાર્યવાહી કરવા માટે 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ પોલીસ પ્રશાસનને સફળતા ન મળતા ભાજપના ધારાસભ્યએ આ અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું.