Not Set/ શૂટર વર્તિકા સિંહે અમિત શાહને લોહી વડે લખ્યો પત્ર – ‘હું નિર્ભયાના આરોપીને ફાંસી લગાવીશ’

જ્યારે હૈદરાબાદની પોલીસ બળાત્કાર અને હત્યાના ચાર આરોપીઓનું એન્કાઉન્ટર કરે છે, ત્યારે દેશભરમાં ખુશીની લહેર જોવા મળી હતી. ખાસ કરીને મહિલાઓએ તેને ખૂબ જોર શોર થી સ્વાગત કર્યું હતું.  પરંતુ તે એન્કાઉન્ટરની વાત હતી. દેશમાં ગુનેગારોને શિક્ષા કે સજા આપવામાં આવી રહી નથી અથવા મોડું થઈ રહ્યું છે અને લોકો આ અંગે ગુસ્સે છે. હવે […]

Top Stories India
winter શૂટર વર્તિકા સિંહે અમિત શાહને લોહી વડે લખ્યો પત્ર - 'હું નિર્ભયાના આરોપીને ફાંસી લગાવીશ'

જ્યારે હૈદરાબાદની પોલીસ બળાત્કાર અને હત્યાના ચાર આરોપીઓનું એન્કાઉન્ટર કરે છે, ત્યારે દેશભરમાં ખુશીની લહેર જોવા મળી હતી. ખાસ કરીને મહિલાઓએ તેને ખૂબ જોર શોર થી સ્વાગત કર્યું હતું.  પરંતુ તે એન્કાઉન્ટરની વાત હતી. દેશમાં ગુનેગારોને શિક્ષા કે સજા આપવામાં આવી રહી નથી અથવા મોડું થઈ રહ્યું છે અને લોકો આ અંગે ગુસ્સે છે. હવે જ્યારે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાની વાત ચાલી રહી છે, ત્યારે દેશની તે મહિલા ખેલાડી શુટર  વર્તિકાસિંહે ગુનેગારોને સજા આપવાની  માંગ કરી છે.

આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લોહી વડે એક પત્ર લખ્યો છે. અને આ પત્રમાં વર્તીકાએ નિર્ભયાના ગુનેગારો ફાંસી આપવાની માંગ કરી છે.

આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહે પત્રમાં લખ્યું છે કે નિર્ભયા કેસના દોષીઓને ફાંસી આપવી જોઇએ અને આ કાર્ય માટે મને પરવાનગી આપવી જોઈએ. આનાથી દેશભરમાં એક સંદેશ મળશે કે સ્ત્રી પણ ફાંસી આપી શકે છે. તેમણે લખ્યું છે કે હું ઈચ્છું છું કે મહિલા કલાકારો અને સાંસદો માટે સપોર્ટ કરે. ટેકો આપે. મને આશા છે કે આના થી ચોક્કસ સમાજમાં ફેરફાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.