સુરત/ ધોરણ-12 નાં વિદ્યાર્થીએ શાળાની ફી ન ભરી શકતા ટૂંકાવ્યુ જીવન

સુરત શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે રાજ્યમાં શિક્ષણની દશા કેવી છે તેને ઉજાગર કરી દીધી છે. જી હા, સુરત શહેરમાં એક વિદ્યાર્થીઓ આપઘાત કરી દીધો છે.

Top Stories Gujarat Surat
સુરતમાં વિદ્યાર્થીનો આપઘાત
  • સુરતમાં ધો.12ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત
  • અમરોલીમાં 17 વર્ષીય કિશોરે જીવન ટુંકાવ્યું
  • શાળાની ફી નહીં ભરી શકતા કર્યો આપઘાત
  • ફી નહીં ભરાતા માનસિક ટેન્શનમાં હતો વિદ્યાર્થી
  • લોકડાઉનમાં શાળા બંધ હોવાથી હીરા ઘસતો હતો

લોક સેવાનાં નામે ગલીએ ગલીએ અને મોહલ્લે મોહલ્લામાં ફરીને મતોની ભીખ માંગતી રાજકીય પાર્ટીઓ ખરેખર સત્તા પર આવીને ગરીબ લોકોની ચિંતાઓ કરી જ હોત તો અત્યારે જે પરિસ્થિતિ બની છે તેવી કદાચ ભાગ્યે જ નિર્માણ થતી હોત. અમીરો માટે અલગ અને ગરીબો માટે અલગ એવા રાજકીય પક્ષોનાં મેનિફેસ્ટોમાં જો કદાચ ગરીબી હટાવવા પર ખરેખર આટલા વર્ષોમાં કામ થયુ હોત તો કદાચ ગરીબીનાં નામે સામાન્ય માણસ આજે પીંડાતો ન હોત. આવી એક દર્દનાક પીડા સુરતનાં એક ગરીબ વિદ્યાર્થીને સામે આવી છે. જેણે તેની ફી ન ભરી શકવાની ચિંતામાં મોતની પરચી ફાડી લીધી છે. આને કરૂણ ઘટના જ કહી શકાય કે જે પ્રકારે આપણે 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ નજીક હોવાનો દાવો કરાય છે ત્યારે 500 રૂપિયાની ફી માટે એક વિદ્યાર્થીને આપઘાત કરવો પડે છે.

આ પણ વાંચો – દેવાળિયું પાકિસ્તાન / પાકિસ્તાનની પાંચ ફાર્મા કંપનીઓએ ભારતને 2.82 કરોડ રૂપિયા આપવાના બાકી!

સુરત શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે રાજ્યમાં શિક્ષણની દશા કેવી છે તેને ઉજાગર કરી દીધી છે. જી હા, સુરત શહેરમાં એક વિદ્યાર્થીઓ આપઘાત કરી દીધો છે. તેણે આ આપઘાત કેમ કર્યો તે જ મુખ્ય કારણ છે જેણે શિક્ષણ પ્રણાલી કઇ દિશામાં ચાલી રહી છે તે બતાવ્યુ છે. આપને જણાવી દઇએ કે, સુરત શહેરમાં એક ધોરણ-12 માં ભણતા વિદ્યાર્થીએ માત્ર એટલે પોતાનું જીવન ટૂંકાવ્યું કારણ કે તે પોતાની શાળામાં ફી ભરવા માટે સક્ષમ નહતો. ભણવાની ઇચ્છા શક્તિ અને ફી ન ભરી શકવાની મજબૂરી વચ્ચે ધોરણ 12 નાં આ વિદ્યાર્થીએ આપઘાત કરવાનું વિચાર્યુ. સુત્રો કહી રહ્યા છે કે, ઘણા સમયથી તે શાળાની ફી ન ભરી શકવાના કારણે માનસિક રીતે ચિંતિત હતો. વળી આ પહેલા તે જ્યારે કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં શાળા બંધ હોવાથી હીરાની નગરીમાં હીરા ઘસવા માટે જતો હતો. પરંતુ તેને એટલુ વેતન ન મળી શકતુ હોવાના કારણે તે સતત ચિંતામાં રહેતો હતો. ભણી ગણીને આવતા ભવિષ્યમાં મોટો માણસ બનવાની ઇચ્છા ધરાવતા આ વિદ્યાર્થીની જીંદગીની ડોર એટલા માટે તૂટી ગઇ કારણ કે તે શાળાની ફી ન ભરી શક્યો.

આ પણ વાંચો – મંદ ગતિએ કામગીરી /  સુરેન્દ્રનગરના નવા બસ સ્ટેન્ડની છેલ્લા સાત વર્ષથી કાચબાની મંદ ગતિએ ચાલતી કામગીરીથી લોકો પરેશાન