Election/ ફાઇલ બતાવો, ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂક કેવી રીતે થઈ, કેન્દ્ર તરફથી SC

ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે સ્વતંત્ર પ્રક્રિયાની માગણી કરતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર પાસેથી ફાઇલ મંગાવવામાં આવી છે. કોર્ટે કહ્યું કે જો કોર્ટમાં સુનાવણી…

Top Stories India
Arun Goyal Appointed

Arun Goyal Appointed: સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂક સંબંધિત ફાઇલ માંગી છે. કોર્ટે કેન્દ્ર સરકારને ગુરુવારે અરુણ ગોયલની નિમણૂક પ્રક્રિયા ધરાવતી ફાઇલ સોંપવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતનો આદેશ એવા સમયે આવ્યો જ્યારે તે ચૂંટણી કમિશનરની નિમણૂક પર સવાલ ઉઠાવતી અરજીઓની સુનાવણી કરી રહી હતી. મંગળવારે પણ કોર્ટે ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચે કહ્યું હતું કે આખરે સરકાર દ્વારા નિયુક્ત ચૂંટણી કમિશનર પીએમ વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકે? આ સાથે બેન્ચે ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કોલેજિયમ જેવી સિસ્ટમનું પણ સૂચન કર્યું હતું. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું કે તે અરુણ ગોયલની નિમણૂક પરની ફાઇલો જોવા માંગે છે. અરુણ ગોયલને મંગળવારે જ નિમણૂક આપવામાં આવી છે.

ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે સ્વતંત્ર પ્રક્રિયાની માગણી કરતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર પાસેથી ફાઇલ મંગાવવામાં આવી છે. કોર્ટે કહ્યું કે જો કોર્ટમાં સુનાવણી ચાલી રહી હોય તેવા સમયે નિમણૂક ન કરાઈ હોત તો સારું થાત. ખંડપીઠે ગુરુવારે એટર્ની જનરલને ફાઈલો કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું. એડવોકેટ પ્રશાંત ભૂષણે અરુણ ગોયલની નિમણૂક પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમને ગુરુવારે જ VRS મળ્યું હતું અને સોમવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું, ‘અરુણ ગોયલને VRS આપ્યા બાદ એપોઇન્ટમેન્ટ મળી હતી. ચૂંટણી કમિશનર તરીકે જેમને પણ જવાબદારી મળે છે તે નિવૃત્ત કર્મચારીઓ છે. પરંતુ તેઓ સરકારમાં સચિવ પદ પર હતા. ગુરુવારે કોર્ટમાં ચૂંટણી કમિશનરની નિમણૂકના મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. દરમિયાન ગોયલને શુક્રવારે VRS મળ્યું હતું. ત્યારબાદ શનિવાર અથવા રવિવારે તેમની નિમણૂકનો આદેશ જારી કરવામાં આવ્યો હતો અને તેમણે સોમવારે કામ શરૂ કર્યું હતું. ભૂષણે કહ્યું કે આ પોસ્ટ મે મહિનાથી ખાલી હતી, પરંતુ શું વાત છે કે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ અચાનક એક જ દિવસમાં નિમણૂક આપવામાં આવી.

આ પણ વાંચો: Stock Market/ચીનમાં લોકડાઉનની ચિંતાએ બજારનો ઉછાળો ધોવાયો