ઉત્તરપ્રદેશ/ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

અયોધ્યામાં શ્રી રામ મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે. મળતી માહિતી મુજબ હાલ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી પરંતુ ડિસેમ્બર 2023 પહેલા ભગવાન રામના દર્શન ભક્તો કરી શકશે.

India
Untitled 58 શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત ખરાબ થઈ ગઈ છે. જિલ્લા હોસ્પિટલના તબીબોની ટીમે મહંત નૃત્ય ગોપાલ દાસનું મેડિકલ ચેકઅપ કર્યું છે. સોમવારે સવારે લખનઉમાં અગ્રણી ડોક્ટરોની એક ટીમ મહંત નૃત્ય ગોપાલ દાસનું મેડિકલ ચેકઅપ કરશે.

આ પણ વાંચો :શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ, રેવ પાર્ટીમાં હતો સામેલ

ડોક્ટરોના અભિપ્રાય બાદ મહંત દાસને મેદાંતા શિફ્ટ કરી શકાય છે. મહંતે ઉધરસ અને વધુ પડતા પેશાબની સ્રાવની ફરિયાદ કર્યા બાદ ડોકટરોને જાણ કરવામાં આવી હતી. મહંત નૃત્ય ગોપાલ દાસનું ઓક્સિજન સ્તર પણ વધઘટ થઈ રહ્યું છે. લખનઉ મેદાંતાના ડાયરેક્ટર ડો.રાકેશ કપૂર પણ તેમની ટીમ સાથે અયોધ્યા પહોંચશે.

આ પણ વાંચો : આતંરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાન દાણચોર પકડાયો,હેરોઇનના છ પેકેટ મળ્યા

અયોધ્યામાં શ્રી રામ મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે. મળતી માહિતી મુજબ હાલ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી પરંતુ ડિસેમ્બર 2023 પહેલા ભગવાન રામના દર્શન ભક્તો કરી શકશે. ગયા વર્ષે વડાપ્રધાન મોદીના હસ્તે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.  2025 સુધીમાં મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે પૂર્ણ થઈ જશે. મંદિરની જગ્યા પહેલા 64 એકર હતી, પરંતુ ભક્તોને દર્શન કરવા અને મંદિરની મુલાકાતમાં કોઈ અગવડતા ના પડે એટલા માટે મંદિર મેનેજમેન્ટે વધુ જમીન ખરીદી છે. સમગ્ર રામ મંદિરના નિર્માણમાં 900 થી 1000 કરોડ રૂપિયા ખર્ચ થશે.

આ પણ વાંચો ;/ બાળકીને સાવકી માતાએ આપી એવી સજા કે હોસ્પિટલમાં કરવી પડી દાખલ