પાટણ/ વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને અલ્ટોકાર અકસ્માતમાં ભાઈ-બહેન કાળનો કોળિયો બન્યા

આ ગંભીર અકસ્માતને કારણે લગ્નનો અવસર માતમ માં ફેરવાઈ ગયોઅને સોલંકી પરિવાર પર દુઃખનું આભફાટી પડ્યું.

Gujarat
Untitled 77 4 વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને અલ્ટોકાર અકસ્માતમાં ભાઈ-બહેન કાળનો કોળિયો બન્યા

    રાજયમાં  દિનપ્રતિદિન  અકસ્માતના કેસો વધતાં  જોવા મળી રહયા  છે. કયારેક  એટલા  ગંભીર  અકસ્માત બને  છે કે જેમાં  લોકોના  ઘટના સ્થળે જ મોત થતાં હોય છે  . ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાટણના વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને અલ્ટોકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ની ઘટના બની હતી જેમાં રાધનપુરતરફથી આવી રહેલ અલ્ટો કારમાં પરિવારના છ જેટલા સભ્યો સવાર હતા અકસ્માતમાં ઘટના સ્થળે અલ્ટોકારમાં સવાર  હતા . જેમાં 4 વ્યકિતનું ઘટના સ્થળે  જ મોત નીપજયું હતું. અને બાકીના ઇજાગ્રસ્તોને  સારવાર માટે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા .

આ પણ વાંચો:પ્રજાસત્તાક દિવસ / ગણતંત્ર દિવસનું આયોજન સ્વતંત્રતા દિવસ કરતા ઘણુ અલગ હોય છે, જાણો કેવી રીતે

 મહત્વનુ છે  કે આ ગંભીર અકસ્માતને કારણે લગ્નનો અવસર માતમ માં ફેરવાઈ ગયોઅને સોલંકી પરિવાર પર દુઃખનું આભફાટી પડ્યું. અલ્ટોકાર માં સવાર શંખેસ્વરના ટુવડ ગામના રહેવાસી બે ભાઈ બહેનાના ઘટના સ્થળે મોત થયા જેમાં મૃતક હેતલના લગ્ન ની કંકોત્રી છપાઈ ગઈ હતી.

આ પણ વાંચો:પ્રજાસત્તાક દિવસ / PM નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી