Politics/ કર્ણાટકના મુખ્યમંત્રી બનશે સિદ્ધારમૈયા, ડીકે શિવકુમારને બનાવાશે ડેપ્યુટી સીએમ, ટૂંક સમયમાં જાહેરાત શક્યઃ સૂત્રો

કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકના સીએમ પદ માટે નામની પસંદગી કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ ફરી એકવાર કર્ણાટકનું નેતૃત્વ કરશે.

Top Stories India
Untitled 85 1 કર્ણાટકના મુખ્યમંત્રી બનશે સિદ્ધારમૈયા, ડીકે શિવકુમારને બનાવાશે ડેપ્યુટી સીએમ, ટૂંક સમયમાં જાહેરાત શક્યઃ સૂત્રો

કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકના સીએમ પદ માટે નામની પસંદગી કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ ફરી એકવાર કર્ણાટકનું નેતૃત્વ કરશે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધારમૈયા અગાઉ પણ કર્ણાટકના સીએમ રહી ચૂક્યા છે. સૂત્રોના હવાલાથી આ સમાચાર સામે આવ્યા છે. સિદ્ધારમૈયા રાહુલ ગાંધીને મળવા જનપથ પહોંચ્યા છે. આ બેઠક બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ બનશે, ઊર્જા અને સિંચાઈ વિભાગ મળી શકે છે

એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે સીએમ પદની રેસમાં આગળ ચાલી રહેલા ડીકે શિવકુમારને પણ સંદેશો આપ્યો છે કે સિદ્ધારમૈયા કર્ણાટકના સીએમ બનશે. ડીકે શિવકુમાર પણ આ વાત સાથે સહમત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે અને તેમને ઉર્જા અને સિંચાઈ વિભાગ પણ આપવામાં આવશે. તેઓ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ ચાલુ રહેશે. જનપથ ખાતે બપોરે 1 વાગ્યે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે. જેમાં સત્તાવાર રીતે આ જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચો: ‘તપાસ કરો, ભયનું વાતાવરણ ન બનાવો’: સુપ્રીમ કોર્ટનો ઇડીને આદેશ

આ પણ વાંચો:કર્ણાટકના સીએમ પદે સિદ્ધારામૈયા નિશ્ચિતઃ શિવકુમારને મનાવવામાં લાગેલી કોંગ્રેસ

આ પણ વાંચો:આસામની ‘લેડી સિંઘમ’નું અકસ્માતમાં મોત, પરિવાર કહ્યું આ હત્યા છે

આ પણ વાંચો:કર્ણાટકમાં ભાજપની હારની આડઅસર! આ મોટા નેતાને પદ પરથી હટાવાશે