જાહેરાત/ લખીમપુર હિંસા મામલે સિદ્ધુ આજથી ઉતરશે ભૂખ હડતાલ પર

કોંગ્રેસ બાદ હવે શિરોમણી અકાલી દળના નેતાઓ મૃતક ખેડૂતોના પરિવારજનોને મળવા માટે લખીમપુર જવા રવાના થયા હતા. સાંસદ હરસિમરત કૌર બાદલના નેતૃત્વમાં નેતાઓ લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળશે

Top Stories
sidhu લખીમપુર હિંસા મામલે સિદ્ધુ આજથી ઉતરશે ભૂખ હડતાલ પર

પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ જાહેરાત કરી હતી કે જો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્રની લખીમપુર હિંસા મામલે ધરપકડ નહીં થાય તો તેઓ ભૂખ હડતાલ પર ઉતરશે. મોહાલીથી લખીમપુર માટે રવાના થતા સિદ્ધુએ જાહેરાત કરી હતી કે, “જો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્રની આવતીકાલ સુધીમાં ધરપકડ નહીં થાય અને તે તપાસમાં સહકાર નહીં આપે તો હું કાલે ભૂખ હડતાળ પર બેસીશ.”

કોંગ્રેસ બાદ હવે શિરોમણી અકાલી દળના નેતાઓ મૃતક ખેડૂતોના પરિવારજનોને મળવા માટે લખીમપુર જવા રવાના થયા હતા. સાંસદ હરસિમરત કૌર બાદલના નેતૃત્વમાં નેતાઓ લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળશે. જ્યાં તેઓ ઘટના માટે જવાબદાર તમામ આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરશે.

પ્રમુખ સુખબીર બાદલે કહ્યું કે પ્રતિનિધિમંડળ ઉત્તર પ્રદેશ સરકારને મળશે અને તેમના પર આ ભયાનક કૃત્યના ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરવા દબાણ કરશે. શિરોમણી અકાલી દળ આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે કે આ હત્યાકાંડ માટે જવાબદાર તમામ લોકોને તાત્કાલિક જેલમાં ધકેલી દેવા જોઈએ, પછી ભલે તેઓ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોય. સુખબીરે માહિતી આપી હતી કે પાંચ સભ્ય પ્રતિનિધિમંડળ જે લખીમપુર ખેરી માટે રવાના થયું હતું તેમાં હરસિમરત કૌર બાદલ, બલવિંદર સિંહ ભુંદર, પ્રો. પ્રેમસિંહ ચંદુમાજરા, જાગીર કૌર અને બિક્રમ સિંહ મજીઠીયા.