HighCourt/ આંતરધર્મીય લગ્ન સંબંધે અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો,લગ્નના 30 દિવસ પહેલાં નોટિસ ગુપ્તતાનું હનન

એક તરફ વિધર્મી લગ્નના કારણે વિવિધ રાજ્યોની સરકાર દ્વારા લવ જેહાદ વિરુદ્ધ કાયદાની તરફેણ કરવામાં આવી રહી છે તેની વચ્ચે બુધવારે, અલ્હાબાદ હાઈકોર્ટે વિવિધ ધર્મોના યુગલોના લગ્ન અંગે મોટો

Top Stories India
1

એક તરફ વિધર્મી લગ્નના કારણે વિવિધ રાજ્યોની સરકાર દ્વારા લવ જેહાદ વિરુદ્ધ કાયદાની તરફેણ કરવામાં આવી રહી છે તેની વચ્ચે બુધવારે, અલ્હાબાદ હાઈકોર્ટે વિવિધ ધર્મોના યુગલોના લગ્ન અંગે મોટો ચુકાદો આપ્યો હતો. હાઇ કોર્ટે કહ્યું કે, ઉત્તર પ્રદેશના વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ, લગ્નના 30 દિવસ પહેલા, નોટિસ આપવાના નિયમો ફરજિયાત નથી. તેને વૈકલ્પિક બનાવવું જોઈએ. આવી સૂચના ગોપનીયતાનો ભંગ છે. તે દંપતીની ઇચ્છા પર આધારિત હોવું જોઈએ કે તેઓ નોટિસ આપવા માંગે છે કે નહીં.

USA / ટ્રમ્પ બન્યા બે વખત મહાભિયોગનો સામનો કરનારા અમેરિકાના પ્રથમ …

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે આ કેસ પર ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે એક પુખ્ત ઉંમરની યુવતી બીજા ધર્મના છોકરા સાથે લગ્ન કરવાની ઇચ્છા રાખે છે. આ દંપતીએ કોર્ટને કહ્યું હતું કે તેઓ વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ લગ્ન કરવા માગે છે, પરંતુ આ અંતર્ગત લગ્નના 30 દિવસ પહેલા નોટિસ આપવી પડશે. આવી નોટિસના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવી સૂચના તેમની ગુપ્તતાનું ઉલ્લંઘન છે. આ તેમના પર ચોક્કસપણે સામાજિક દબાણ લાવશે અને તે પોતાના તરફથી જીવનસાથી પસંદ કરવાના અધિકારમાં પણ દખલ કરશે.

Makarsankranti / મકરસંક્રાંતિ 2021 : શાસ્ત્રોકત દ્રષ્ટિએ મકરસંક્રાંતિનું શું …

હાઈકોર્ટે જણાવ્યું હતું કે આવી વસ્તુઓ (લગ્નની માહિતી) જાહેર કરવી એ ગુપ્તતા અને સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આની સાથે, સ્વતંત્ર રીતે પોતાને જીવનસાથી પસંદ કરવાની છૂટ હોવી પણ જરૂરી છે.કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, “જે લોકો લગ્ન કરવા માગે છે તેઓ લગ્ન અધિકારીને લેખિત અપીલ કરી શકે છે કે શું 30 દિવસ અગાઉ નોટિસ પ્રકાશિત કરવી.” જો દંપતીએ નોટિસ પ્રકાશિત ન કરવી હોય તો લગ્ન અધિકારીએ આવી કોઈ નોટિસ પ્રકાશિત ન કરવી જોઈએ. વળી, આ અંગે કોઈ વાંધો ન ઉઠાવવો જોઈએ. આ લગ્ન યોગ્ય રીતે કરવા દેવા જોઈએ. હા, આ કાયદા હેઠળ કોઈ પણ લગ્નને કાયદેસર બનાવતી વખતે લગ્ન અધિકારી વય, ઓળખ અને કરાર સંબંધિત તપાસ કરી શકે છે. જો તેને આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારની શંકા છે, તો તે યોગ્ય માહિતી અને પુરાવા માંગી શકે છે. ‘

NCB / મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઈની ડ્રગ્સ કેસમાં…

1954 માં વિશેષ લગ્ન અધિનિયમ શું છે?

આ કાયદા હેઠળ બે જુદા જુદા ધર્મોના લોકો પોતાનો ધર્મ બદલ્યા વિના નોંધણી કરાવી શકે છે. આ માટે એક ફોર્મ ભરીને લગ્ન રજિસ્ટ્રારને સબમિટ કરવાની રહેશે. આ દંપતીએ લગ્નના 30 દિવસ પહેલા રજિસ્ટ્રારને નોટિસ આપવી પડશે અને દંપતીને કહેવું પડશે કે તેઓ લગ્ન કરવાના છે. આ નોટિસ છાપવામાં આવી છે. તેના પ્રકાશન પછી, જો રજિસ્ટ્રારને કોઈ પણ પ્રકારનો વાંધો ન હોય, તો યુગલો લગ્ન માટે અરજી કરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…