Not Set/ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ નહીં, ઉપયોગ ઓછો કરવા અનુરોધ

સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાથી ઉદ્યોગોને ભારે નુકશાન અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડશે અને બેરોજગારી વધશે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઓછો કરવા અનુરોધ પર્યાવરણ પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકાર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લગાવે. તેના કારણમાં કહેવાયું છે કે, પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાથી ઉદ્યોગોને […]

Top Stories India
images 1529158369648 maharashtra ban of plastic1 સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ નહીં, ઉપયોગ ઓછો કરવા અનુરોધ
  • સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં
  • પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાથી ઉદ્યોગોને ભારે નુકશાન
  • અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડશે અને બેરોજગારી વધશે
  • સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઓછો કરવા અનુરોધ

પર્યાવરણ પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકાર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લગાવે. તેના કારણમાં કહેવાયું છે કે, પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાથી ઉદ્યોગોને ભારે નુકશાન થશે. સાથે જ તેનો અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડશે અને બેરોજગારી વધશે.

જલ શક્તિ મિશન દ્વારા સંચાલિત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણે આ ટ્વીટ કર્યુ છે. પ્રધાનમંત્રી દ્વારા 11 સપ્ટેમ્બર 2019ના શરુ કરવામાં આવેલુ સ્વચ્છતા એ જ સેવા અભિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાવવા વિશે નથી, પરંતુ તેના ઉપયોગને રોકવા માટે લોકોમાં જાગૃતિ લાવીને તેને જન આંદોલન બનાવવાનું છે.

plastic 1 સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ નહીં, ઉપયોગ ઓછો કરવા અનુરોધ

આ પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 2022 સુધી ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિથી મુક્ત કરવામાં આવશે. તેમણે મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર બુધવારથી 6 વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. તેમાં પ્લાસ્ટિકના કેરીબેગ, થર્મોકોલની કટલરી આઇટમ, પાઉચ, પ્લાસ્ટિકની 200 મિલીથી નાની બોટલ અને સ્ટ્રો જેવી ચીજો સામેલ હતી.

ગત મહિને પર્યાવરણ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરીને કહ્યું હતું કે સરકારી કચેરીઓ, પબ્લિક અને પ્રાઇવેટ કંપનીઓમાં કૃત્રિમ ફૂલ, ફ્લેગ, બેનર્સ , પ્લાસ્ટિકની પાણીની બોટલો વગેરેનો ઉપયોગ ન કરવામાં આવે. બીજી તરફ બે અધિકારીઓએ કહ્યું કે પ્લાસ્ટિક બેગ્સ, કપ, પ્લેટ, નાની બોટલો, સ્ટ્રો અને અમુક નાના પ્રકારના પાઉચના ઉપયોગ પર અત્યારે પ્રતિબંધ લગાવવામાં નહીં આવે. સરકાર તેના ઉપયોગમાં ઓછો કરવાનો પ્રયાસ કરશે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ નહીં, ઉપયોગ ઓછો કરવા અનુરોધ