Not Set/ રાજયમાં પેટ્રોલ-ડીઝલ બાદ સિંગતેલ-કપાસિયાના ભાવમાં વધારો કરાયો

સિંગતેલની સીઝનમાં જ સિંગતેલનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2550 થી 2590 રૂપિયા થયો છે

Gujarat Rajkot
Untitled 153 રાજયમાં પેટ્રોલ-ડીઝલ બાદ સિંગતેલ-કપાસિયાના ભાવમાં વધારો કરાયો

રાજયમાં દિવસેને દીવસે મોંઘવારી  વધતી જોવા મળી રહી છે.   પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત તેનો માર સામાન્ય પ્રજાને ભોગવવો પડતો હોય છે. અસહ્ય માર વચ્ચે રાજકોટમાં ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા 15 દિવસમાં 100 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો ;Political / ભાજપના નવા રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરાઈ, જાણો કોનો કોનો સમાવેશ કરાયો

નવા ભાવના કારણે સીંગતેલનો ડબ્બો 2,590 રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો 2,425 રૂપિયાએ પહોંચ્યો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો ;અમદાવાદીઓને નવરાત્રી ગિફ્ટમાં મોંઘવારીનો ડામ / પેટ્રોલ પ્રતિ લિટર 100 રુપિયાને પાર થયું

સિંગતેલની સીઝનમાં જ સિંગતેલનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2550 થી 2590 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2425 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાંથી માંગ વધવાને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં પામોલિન તેલની ભારે માંગ નીકળતા અન્ય ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો ;Political / ભાજપના નવા રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરાઈ, જાણો કોનો કોનો સમાવેશ કરાયો