Lifestyle News/ ઓછી ઊંઘ અને વધતી ચરબી વચ્ચે છે ઊંડો સંબંધ; જાણો પૂરતી ઊંઘ કેટલી જરૂરી છે

રાત્રે પૂરતી ઊંઘ ન લેવાથી (Sleep Deprivation) વજન વધવાની સાથે હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ વધે છે. જાણો સ્વસ્થ રહેવા માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે.

Lifestyle Health & Fitness
Sleep Deprivation important adequate sleep

Health & Fitness News : આજના આધુનિક અને ધમાલભર્યા યુગમાં રાત્રે મોડા સુધી જાગવું અથવા પૂરતી ઊંઘ ન લેવી (Sleep Deprivation)એ સામાન્ય બાબત બની ગઈ છે. સામાન્ય રીતે લોકો માને છે કે માત્ર ખરાબ ખાનપાન કે શારીરિક પ્રવૃત્તિઓ (Physical activities)નો અભાવ જ વજન વધારા માટે જવાબદાર છે. પરંતુ કોલંબિયા યુનિવર્સિટી ઈરવિંગ મેડિકલ સેન્ટર દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે રાત્રિની અપૂરતી ઊંઘ સીધી રીતે શરીરના વજન વધારા અને મેદસ્વિતા સાથે જોડાયેલી છે.

Sleep Deprivation : સતત એક અઠવાડિયાની ઓછી ઊંઘ અને વજનમાં ફેરફારનું ગણિત

સંશોધકોએ 7 થી 8 કલાકની સામાન્ય ઊંઘ લેતા 95 લોકો પર પ્રયોગ હાથ ધર્યો હતો, જેમાં તેમને દૈનિક ઊંઘ (Daily sleep)માંથી 90 મિનિટ ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું. મધ્યમ જીવનશૈલી ધરાવતા લોકોમાં 6 સપ્તાહ સુધી દરરોજ નિયમિત જરૂરિયાત કરતાં 80 મિનિટ ઓછી ઊંઘ લેવાના કારણે સરેરાશ અડધો કિલોગ્રામ જેટલું વજન વધેલું નોંધાયું હતું.

ભૂખ અને હોર્મોન્સ પર અસર: અપૂરતી ઊંઘથી શરીરમાં ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સનું સંતુલન બગડે છે, જેનાથી વ્યક્તિને વધુ ગળ્યું કે કેલરીયુક્ત ખોરાક ખાવાની ઈચ્છા (ઓવરઈટિંગ) થાય છે.

ચયાપચય (Metabolism):  ઊંઘ પૂરી ન થવાથી બોડી મેટાબોલિઝમ ધીમું પડે છે અને ફેટ બર્ન થવાની પ્રક્રિયા અવરોધાય છે.

પૂરતી ઊંઘથી થતા શારીરિક ફાયદા અને ગંભીર રોગો સામે રક્ષણ

અભ્યાસ અનુસાર રાત્રે યોગ્ય ઊંઘ લેવાથી માત્ર વજન નિયંત્રણમાં નથી રહેતું, પરંતુ તેનાથી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

હૃદયરોગ અને ડાયાબિટીસ: પૂરતી ઊંઘ શરીરના બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જેથી હાર્ટ એટેક અને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે.

માનસિક સ્વાસ્થ્ય: હાર્વર્ડ મેડિકલ સ્કૂલના અહેવાલ મુજબ ખરાબ સ્લીપ ક્વોલિટીથી ડિપ્રેશન, એન્ઝાયટી અને એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.

સ્વસ્થ શરીર માટે દરરોજ કેટલા કલાકની ઊંઘ જરૂરી?

કોઈ પણ વયસ્ક વ્યક્તિ માટે રાત્રે 6 કલાકથી ઓછી ઊંઘને ‘સ્લીપ ડેપ્રિવેશન’ (ઊંઘની અછત) ગણવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે વયસ્કોએ દરરોજ રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ગાઢ અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી અનિવાર્ય છે.


આ પણ વાંચો :નાના બાળકો માટે ચા કેમ ગણાય છે ઝેર સમાન? જાણો કેફીન અને એનિમિયા વચ્ચેનો ખતરનાક સંબંધ

આ પણ વાંચો :મોંઘા ફેશિયલ પર પૈસા ખર્ચતા પહેલા અજમાવો આ દેશી નુસખો, ચહેરા પર આવશે કુદરતી ગ્લો

આ પણ વાંચો :ડેન્ગ્યુમાં બ્રેન સ્ટ્રોકનો ખતરો: ઇન્ફેક્શન વધે તો દિમાગ પર કેવી અસર થઈ શકે?