જમ્મુ-કાશ્મીર/ જામિયા મસ્જિદમાં ‘આઝાદી’ના નારા ફરી ગુંજ્યા,પોલીસે નોંધ્યો કેસ

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક જામિયા મસ્જિદમાં રમઝાન મહિનાની પ્રથમ શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી

Top Stories India
11 6 જામિયા મસ્જિદમાં 'આઝાદી'ના નારા ફરી ગુંજ્યા,પોલીસે નોંધ્યો કેસ

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક જામિયા મસ્જિદમાં રમઝાન મહિનાની પ્રથમ શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓએ આ પ્રાર્થનામાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેણે ફરી ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામિયા મસ્જિદમાં નમાજ પૂરી થતાં જ મસ્જિદના મુખ્ય હોલમાંથી ‘હમ ક્યા ચાહતે- આઝાદી’ના નારા ગુંજી રહ્યા હતા. થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જેમાં લોકો ‘આઝાદી’ના નારા લગાવતા જોવા મળે છે.

નોંધનીય છે કે   4 માર્ચ, 2022 ના રોજ, લગભગ 30 અઠવાડિયા પછી, વહીવટીતંત્ર દ્વારા લોકોને આ ભવ્ય મસ્જિદમાં સામૂહિક શુક્રવારની નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. શુક્રવારની નમાઝ પહેલાનો ઉપદેશ ઇમામ હૈ સૈયદ અહમદ નક્શબંદીએ આપ્યો હતો કારણ કે મીરવાઇઝ ઉમર ફારૂક નજરકેદ છે. ઉલ્લેખનીય છે કે મીરવાઈઝ 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ થયા પહેલા નજરકેદ છે.આ મામલે કાર્યવાહી કરતા SSP શ્રીનગરે કહ્યું કે વીડિયો આવ્યા બાદ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.