Health News: જે લોકો ધૂમ્રપાન કરે છે તેમના માટે ચેતવણી આપવામાં આવી છે. ધૂમ્રપાન કરતા લોકોની યાદશક્તિમાં ઘટાડો થયું હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું છે. તેમની યાદશક્તિ અને વાણી જેવી જ્ઞાનાત્મક કુશળતામાં 85 ટકા ઘટાડો થયો છે.
શારીરિક પ્રવૃત્તિ, આલ્કોહોલની ટેવ અને સામાજિક બાબતો સહિત જીવનધોરણને લગતાં 16 જેટલા વિવિધ સમાયોજનનું વિશ્લેષણ કર્યા બાદ સંશોધકોને જાણવા મળ્યું કે ધૂમ્રપાનની ટેવ એ વય સાથે સમજશક્તિ ઘટવા પાછળનું સૌથી મહત્વનું કારણ છે. તારણો દર્શાવે છે કે જે કંઇપણ આરોગ્યને લગતી બાબતોની ચકાસણી કરી છે તેમાં સમજશક્તિ જાળવી રાખવા ધૂમ્રપાન સૌથી મહત્વનું પરિબળ દેખાયું હતું.
એવું પણ જાણવા મળ્યું છે કે સ્મોકિંગ કરનારને યાદશક્તિ અને બોલવા(સ્પીચ) સહિતની મુશ્કેલીઓનો અન્ય લોકોની સરખામણીમાં વધુ અસર કરે છે. સંશોધકોએ યુરોપના 14 દેશોમાંથી ઓછામાં ઓછા 50 વર્ષો સુધીના 32000થી વધુ વયસ્કોનું સર્વેક્ષણ કર્યું હતું.
એવી જ રીતે તેમની શરાબ પીવાની ટેવોની સાથે સામાજિક પ્રવૃત્તિને અલગ જૂથમાં મૂકાયા હતા. તેઓ મિત્રો કે પરિવારજનોને કેટલીવાર મળે છે તેને પણ આ અંગેના પરિબળમાં સામેલ કરાયા હતા.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જ્ઞાનાત્મક કુશળતા ધૂમ્રપાન કરતી જીવનશૈલીને અનુસરનારા ભાગ લેનારાઓમાં જ્ઞાનાત્મક કૌશલ્ય ધૂમ્રપાન ન કરતી જીવનશૈલીને અનુસરતા લોકોની સરખામણીમાં 10 વર્ષમાં 85 ટકા સુધી વધુ ઝડપથી બગડ્યું હતું.
આ પણ વાંચો: ચોમાસામાં થઈ જાઓ સાવધાન! કન્જક્ટિવાઈસિસથી થઈ શકે છે આંખોને નુકસાન
આ પણ વાંચો: દુબળા થયા વિના કેવી રીતે શરીરનું વજન ઘટાડશો?
આ પણ વાંચો: વાળને પોષણ આપવા પ્રોટીન આપવું જરૂરી….