Cricket/ સ્મૃતિ મંધાનાએ રમી શાનદાર ઇનિંગ, સિડની થંડરની જીતમાં ચમકી

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી મહિલા બિગ બેશ લીગમાં આજે 46મી મેચ સિડની થંડર અને સિડની સિક્સર્સ વચ્ચે રમાઈ હતી. મેકેમાં રમાયેલી આ મેચમાં થંડરે સિક્સરને છ વિકેટે હરાવ્યું હતું.

Sports
સ્મૃતિ મંધાના

T20 ફોર્મેટમાં, ભારતની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શાનદાર 45 રન બનાવ્યા જેના કારણે ડિફેન્ડિંગ ચેમ્પિયન સિડની થંડરે રવિવારે મહિલા બિગ બેગ લીગ (WBBL) માં સિડની સિક્સર્સને છ વિકેટથી હરાવ્યું હતું. જો કે ભારતની ઓપનર મંધાના ફિફ્ટી પૂરી કરવામાં ચૂકી ગઈ હતી, પરંતુ તેણે 39 બોલની ઈનિંગમાં છ ચોક્કા ફટકાર્યા હતા. તેણે કોરીન હોલ (19) સાથે ત્રીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને ટીમને લક્ષ્યની નજીક પહોંચાડ્યુ હતુ.

sydney sixers vs thunder sixer

આ પણ વાંચો – Interesting / માહીનો ફોટો શેર કરી હોલિવૂડનાં દિગ્ગજે એકવાર ફરી સોશિયલમ મીડિયામાં Fans ને કર્યા હેરાન

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી મહિલા બિગ બેશ લીગમાં આજે 46મી મેચ સિડની થંડર અને સિડની સિક્સર્સ વચ્ચે રમાઈ હતી. મેકેમાં રમાયેલી આ મેચમાં થંડરે સિક્સરને છ વિકેટે હરાવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ સિડની થંડરની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇનિંગની શરૂઆત કરવા આવેલી સ્મૃતિએ 45 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા (અણનમ ચાર)એ ચોક્કો ફટકારીને 28 બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી હતી. દીપ્તિએ ચાર ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા. જોકે, તેને કોઈ સફળતા મળી ન હોતી. સિડની સિક્સર્સનું પ્રતિનિધિત્વ કરી રહેલી ભારતની ડાબોડી સ્પિનર ​​રાધા યાદવ ફિલ્ડિંગ દરમિયાન ઈજાને કારણે બોલિંગ કરી શકી ન હોતી, જ્યારે આક્રમક ઓપનર શેફાલી વર્મા 14 બોલમાં આઠ રન બનાવીને દીપ્તિનાં શાનદાર થ્રો પર રનઆઉટ થઈ ગઈ હતી. હારુપ પાર્ક મેકેમાં રમાયેલી આ મેચમાં સિડની સિક્સર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલી શેફાલી વર્મા અને એલિસા હિલી પોતાની ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહી હતી. બિગ બેગ લીગમાં કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી ચૂકેલી શેફાલી વર્માએ પોતાના પ્રદર્શનથી ટીમને નિરાશ કરી હતી. તે આઠ રન પર આઉટ થયો હતો. તેના સિવાય એલિસા હીલી સાત રનની ઇનિંગ રમી શકી હતી.

sydney sixers vs thunder sixer

આ પણ વાંચો – T20 World Cup / આજે થશે ઓસ્ટ્રેલિયા vs ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચ, જાણો કોનું પલડું છે ભારે

સિક્સર્સની કેપ્ટન એલિસ પેરીએ 40 બોલમાં અણનમ 40 રનની ઇનિંગ રમીને ટીમનો સ્કોર છ વિકેટે 94 રન સુધી પહોંચાડ્યો હતો. અન્ય એક મેચમાં, અનુભવી ભારતીય સ્પિનર ​​પૂનમ યાદવે 3.2 ઓવરમાં 19 રન આપ્યા વગર કોઈ સફળતા મેળવી. તેની ટીમ બ્રિસ્બેન હીટ્સને એડિલેડ સ્ટ્રાઈકર્સ સામે આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ સિક્સર્સની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 94 રન બનાવ્યા હતા. થંડર તરફથી ઇસી વોંગ અને હેન્ના ડાર્લિંગટને 2-2 વિકેટ લીધી હતી.