Crime/ ભારત મંત્રાલયના નિવૃત અધિકારીના ઘરે તસ્કરોએ લીધી મુલાકાત, 3.80 લાખ ગાયબ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહી છે જેથી કોઈ અણબનાવ શહેરમાં ન બને. પરંતુ, અસામાજિક તત્વોને પોલીસની કામગીરીથી કોઈ બીક નથી તેમ તેવો ગુનાખોરીને બેફામ અંજામ આપી રહ્યા […]

Ahmedabad Gujarat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 9 ભારત મંત્રાલયના નિવૃત અધિકારીના ઘરે તસ્કરોએ લીધી મુલાકાત, 3.80 લાખ ગાયબ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહી છે જેથી કોઈ અણબનાવ શહેરમાં ન બને. પરંતુ, અસામાજિક તત્વોને પોલીસની કામગીરીથી કોઈ બીક નથી તેમ તેવો ગુનાખોરીને બેફામ અંજામ આપી રહ્યા છે. શહેરમાં સઘન પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં ચોરી અને લૂંટની ઘટના બની રહી છે. જેના લીધે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

તાજેતરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના સરસપુરમાં ચોરીની ઘટના બની હતી. ભારત સરકારના એમ.એસ.એમ.ઈ મંત્રાલયના ગુજરાતની અમદાવાદ શાખામાં ઉપનિર્દેશક આઈ.ડી.એસ તરીકેની ફરજ બજાવીને નિવૃત થયેલા અધિકારી પ્રવીણ ભાઈ પરમારના ઘરે તસ્કરોએ મુલાકાત લીધી હતી. સરસપુર વિસ્તારમાં આવેલા ઇન્ડિયા બુલ્સ સેન્ટ્રમમાં નિર્વુત અધિકારીના ફ્લેટની અંદર બીજા માળના મકાનમાં તસ્કરોએ બિલાડી પગે ઘૂસીને તિજોરીમાં રહેલ 3.80 લાખ મત્તાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ઘરમાંથી ચોરી થઇ હોવાની જાણ અધિકારીને ખબર પડતા તેમણે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અજાણયા ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ