Not Set/ થાનગઢમાં ઓવર બ્રીજના ગોકળ ગતિએ ચાલતા કામથી મેઇન ફાટકે ટ્રાફિકની સમસ્યા વધી

થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતુ હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરબ્રીજનું કામ ચાલુ છે

Gujarat
Untitled 24 5 થાનગઢમાં ઓવર બ્રીજના ગોકળ ગતિએ ચાલતા કામથી મેઇન ફાટકે ટ્રાફિકની સમસ્યા વધી

થાનગઢમાં ફાટક રોડે ઓવરબ્રીજનું કામ ગોકળગાય ગતીએ ચાલતુ હોવાથી લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ફાટક 24 કલાકમાં 50થી વધુ વખત બંધ રહેતુ હોવાથી વાહન ચાલકોના સમય અને ઇંધણનો બગાડ થાય છે. જ્યારે આસપાસની સોસાયટીના રહીશો વાયુ પ્રદુષણ અને ધ્વની પ્રદુષણથી ત્રાહીમામ પોકરી ઉઠ્યા છે. જ્યારે આ વિસ્તારમાં ટ્રાફિક નિવારવા ટ્રાફિક પોઇન્ટ મુકવા લોક માંગ ઉઠી છે.

આ પણ વાંચો :હેલિકોપ્ટર ક્રેશ / કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળ પરથી મળી આવ્યું બ્લેક બોક્સ,હવે જાણી શકાશે દુર્ઘટનાનું કારણ!

થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતુ હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરબ્રીજનું કામ ચાલુ છે, પરંતુ અઢી વર્ષ જેટલો સમય વિતવા છતા ગોકળ ગાય ગતીએ ચાલતા કામથી લોકો પરેશાન થઇ ગયા છે. જેમાં આ ફાટકેથી દરરોજ 24 કલાકમાં 50થી વધુ ટ્રેન પસાર થતી હોવાથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે.જ્યારે તેના કારણે લોકોના સમય અને વાહનના ઇંધણનો બગાડ થાય છે.જ્યારે તેનાથી થતા અવાજ અને વાયુ પ્રદુષણથી વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા છે.

આ પણ વાંચો ;ગુજરાત /  આ વખતે શિયાળામાં પણ લીલા શાકભાજીના ભાવ આસમાને,ગૃહિણીનું બજેટ ખોરવાશે

આ અંગે થાન કોંગ્રેસ મહામંત્રી મંગળુભાઇ ભગત, બાબુભાઇ પારઘી સહીતનાઓએ જણાવ્યુ કે, આ ફાટક પર 8થી 10 ગામોને જોડતો રોડ છે.જ્યારે અહીંથી હળવદ, ધ્રાંગધ્રા, સરા આવવા જવા લોકો ઉપયોગમાં લેતા હોવાથી ટ્રાફીક રહે છે.જ્યારે આસપાસમાં 10થી વધુ સોસાયટીઓ અને 100થી વધુ સિરામીક કારખાનાના વાહનોની પણ અવર જવર રહે છે.આથી ઓવરબ્રીજનું કામ વહેલી તકે પુરૂ કરવા અને ટ્રાફિક સમસ્યા નિવારણ કરવા અહીં ટ્રાફિક પોઇન્ટ મુકવા માંગ ઉઠી છે.