ક્રાઈમ/ સુરતમાં ચાલુ બાઈકે પર્સ સ્નેચિંગનો પ્રયાસ,બને દંપતી નીચે પટકાયા

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મોપેડ પર જઈ રહેલા દંપતિ સાથે પાછળ બેસેલ મહિલાનું અન્ય મોપેડ ચાલક દ્વારા પર્સ સ્નેચિંગ કરાયા હોવાની ઘટના બનવા પામી છે.

Gujarat Surat
YouTube Thumbnail 75 સુરતમાં ચાલુ બાઈકે પર્સ સ્નેચિંગનો પ્રયાસ,બને દંપતી નીચે પટકાયા

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મોપેડ પર જઈ રહેલા દંપતિ સાથે પાછળ બેસેલ મહિલાનું અન્ય મોપેડ ચાલક દ્વારા પર્સ સ્નેચિંગ કરાયા હોવાની ઘટના બનવા પામી છે. જેમાં દંપતી રસ્તા પર પડી ગયું હતું. બાદમાં સ્નેચરને પકડવા પ્રયાસ પણ કરાયો હતો. પરંતુ મોપેડ મૂકી ભાગવામાં સફળ રહ્યો હતો.સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના મોટા વરાછામાં રહેતા અને હીરાદલાલનું કામ કરતા મનસુખભાઈ ગોઠડીયા અને તેમના પત્ની વિજયાબેન સાથે રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દંપતી મંદિરેથી દર્શન કરી સવારે 6:00 વાગ્યાની આસપાસ ઘરે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન લાલ દરવાજા થી ગરનાળા તરફના રોડ પર તેમની સાથે વિચિત્ર ઘટના બનવા પામી હતી. દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક મોપેડ પર આવેલ સ્નેચરે પાછળ બેસેલા વિજયાબેનના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું હતું. જેને લઇ હીરાદલાલ મનસુખભાઈ દ્વારા મોપેડનું બેલેન્સ ખોરવાતા તેઓ જમીન પર પટકાયા હતા અને મહિલા જમીન પર ઢસડાઈ હતી.

આ દરમિયાન પતિ-પત્નીને ઇજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોપેડ પર આવેલા સ્નેચર દ્વારા મહિલાના પર્સ આચકવાની આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી માં જોવા મળ્યું હતું કે સ્નેચર દ્વારા પર્સ આંચકી ભાગવા જતા તેને પકડી લેવામાં આવ્યો હતો. જોકે તેમ છતાં તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ દરમિયાન હીરા દલાલે અને અન્ય એક યુવક દ્વારા તેને પકડવાનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન સ્નેચરના કપડા પણ ફાટી ગયા હતા. જોકે તેમ છતાં સ્નેચર મોપેડ મૂકી ભાગવામાં સફળ થઈ ગયો હતો.

આ ઘટનામાં 55 વર્ષીય મોપેડ ચલાવનાર મનસુખભાઈ ગોઠડીયા ને નાની મોટી સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે તેમની પત્ની વિજયાબેન  ને પગમાં ગંભીર ઈજા પહોંચતા તેમને ફેક્ચર થયું છે. જેમાં તેમને દોઢ લાખની સર્જરી કરાવી પડશે તેવી માહિતી જાણવા મળી છે.જોકે સ્નેચર મહિલાનું જે પર્સ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો તેમાં 340 રૂપિયા જ હતા. ત્યારે 340 રૂપિયાની લૂંટમાં મહિલાને આજે દોઢ લાખની સર્જરી કરાવવાનું નોબત આવી છે. બનાવ અંગે મહીધરપુરા પોલીસને જાણ થતા પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના આધારે લૂંટ કરવા આવનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ

આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે