Not Set/ અફઘાનિસ્તાનથી પરત ફરેલા 3 સ્નિફર ડોગની સેવા નકસલી પ્રભાવિત વિસ્તારમાં લેવામાં આવશે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂબી, માયા અને બોબી નામના આ સ્નિફર ડોગ્સ અફઘાનિસ્તાનમાં આઈટીબીપીના કમાન્ડો સાથે અત્યાર સુધી પોસ્ટ પર હતા

India
dog અફઘાનિસ્તાનથી પરત ફરેલા 3 સ્નિફર ડોગની સેવા નકસલી પ્રભાવિત વિસ્તારમાં લેવામાં આવશે

લાંબા સમયથી ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં ફરજ બજાવતા ત્રણ ‘સ્નિફર ડોગ્સ’ ની કુશળતા હવે નક્સલ પ્રભાવિત છત્તીસગઢના બસ્તર ઝોનમાં કરવામાં  આવશે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂબી, માયા અને બોબી નામના આ સ્નિફર ડોગ્સ અફઘાનિસ્તાનમાં આઈટીબીપીના કમાન્ડો સાથે અત્યાર સુધી પોસ્ટ પર હતા. પરતું અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સારી નથી અને તાલિૂાનોએ કબજો કરી લેતા કમાન્ડો અને સ્નિફર ડોગ્સની આખી ટીમ ભારત પરત આવી છે. તેમાંથી બસ્તર ઝોનમાં ત્રણ સ્નિફર ડોગ્સ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેઓ ટૂંક સમયમાં અહીં પહોંચી જશે.આ સ્નિફર ડોગની સેવા હવે નકસલીઓ પ્રભાવિત વિસ્તારમાં લેવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે વિશેષ તાલીમ ધરાવતા આ સ્નિફર ડોગ્સ વિસ્ફોટક સામગ્રી વગેરેની શોધમાં મહત્વની ભૂમિકા ભજવે છે.ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પહર કબજો કરી લીધા ત્યાંની પરિસ્થિતિ વણસી હતી તેથી ભારતના તમામ લોકોને અફગાનિસ્તાનથી ભારત લાવવામાં આવ્યા હતા,