Not Set/ સ્નૂકર અને બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણી કોરોના સંક્રમિત, હોમ આઇસોલેટ

.ગયા વર્ષે ડિસેમ્બરમાં ભોપાલમાં આયોજિત 64મી નેશનલ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. તે તેમનું એકંદરે 11મું રાષ્ટ્રીય ખિતાબ પણ હતું.

Top Stories Sports
9 5 સ્નૂકર અને બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણી કોરોના સંક્રમિત, હોમ આઇસોલેટ

સ્નૂકર અને બિલિયર્ડ પ્લેયર પંકજ અડવાણી પણ કોવિડ-19ની ઝપેટમાં આવી ગયા છે. 23 વખતના વર્લ્ડ ચેમ્પિયન પંકજે સોમવારે ટ્વિટ કરીને પોતાને ચેપ લાગ્યો હોવાની માહિતી આપી છે.પંકજ અડવાણીએ કહ્યું, ‘મને કોવિડ 19નો ચેપ લાગ્યો છે. છેલ્લા બે દિવસથી મને ધ્રુજારી અને તાવ જેવું લાગે છે. જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કૃપા કરીને તેમની તપાસ કરાવી લે. મેં મારી જાતને અલગ કરી દીધી છે અને હાલમાં હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું. કૃપા કરીને સુરક્ષિત રહો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.

 

 

 

ચેમ્પિયન ખેલાડીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભોપાલમાં આયોજિત 64મી નેશનલ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. તે તેમનું એકંદરે 11મું રાષ્ટ્રીય ખિતાબ પણ હતું. આ જીત બાદ અડવાણી IBSF વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપની તૈયારીમાં વ્યસ્ત હતા. પરંતુ કોરોનાના વધતા જતા કેસને કારણે ટૂર્નામેન્ટ માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી.