Kolkata/ તો શું ખરેખર BJP માં જોડાઇ રહ્યા છે સૌરવ ગાંગુલી? જાણો વધુ વિગત

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) અને ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રવિવારે પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી…

Sports
zzas1 14 તો શું ખરેખર BJP માં જોડાઇ રહ્યા છે સૌરવ ગાંગુલી? જાણો વધુ વિગત

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) અને ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રવિવારે પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. રાજ ભવનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ શિષ્ટાચાર મુલાકાત હતી અને તેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. જો કે, આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીનાં પગલે ગાંગુલીનાં રાજકારણમાં પ્રવેશ થવાની અટકળો ચાલી રહી છે.

Sourav Ganguly sets off buzz with his visit to Governor Dhankhar ahead of  Bengal polls

ગાંગુલીએ બેઠકનાં કારણો અંગેનાં પ્રશ્નોનાં જવાબ આપ્યા નહીં, પરંતુ ધનખડે કહ્યું કે, તેઓ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. રાજ્યપાલે કહ્યું કે, તેમણે બીસીસીઆઈ પ્રમુખનું અહીંનાં ઈડન ગાર્ડન સ્ટેડિયમ આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. રાજભવનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ સાથે ગાંગુલીની મુલાકાત રાજ્યની રાજકીય પ્રવૃત્તિઓથી સંબંધિત નથી. બીજી તરફ રાજ્યપાલે ટ્વિટ કર્યું હતું કે, ‘બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે રાજભવન ખાતે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી હતી. તેમણે દેશનાં સૌથી પ્રાચીન ક્રિકેટ મેદાન ઈડન ગાર્ડન્સની મુલાકાત લેવાનો તેમના પ્રસ્તાવને સ્વીકાર્યો. ઇડન ગાર્ડન્સની સ્થાપના 1864 માં થઈ હતી. ગાંગુલી સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ રાજભવન પહોંચ્યા અને ત્યાં એક કલાક રોકાયા હતા.

zzas1 15 તો શું ખરેખર BJP માં જોડાઇ રહ્યા છે સૌરવ ગાંગુલી? જાણો વધુ વિગત

આપને જણાવી દઇએ કે, સૌરભ ગાંગુલીએ રાજકારણમાં પ્રવેશ અંગે કંઇ જ કહ્યું નથી. જો કે, સૌરવ ગાંગુલીએ ક્યારેય આ વાતનો ઇનકાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા મહિનાની 12 તારીખે ફરી બંગાળની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહની હાવડામાં જાહેર સભા યોજવાની પણ સંભાવનાઓ છે. આવી સ્થિતિમાં હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું અમિત શાહનાં પ્રવાસ દરમિયાન પક્ષમાં કોઇ મોટુ પરિવર્તન આવે છે?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો