ભાવ વધારો/ તો શું નહી મળે સામાન્ય નાગરિકને રાહત? આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

ઓઇલ કંપનીઓએ આજે ​​પણ ડીઝલ અને પેટ્રોલ બંનેનાં ઈંધણનાં ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

Top Stories Business
1 242 તો શું નહી મળે સામાન્ય નાગરિકને રાહત? આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

પેટ્રોલ, ડીઝલ અને LPG નાં વધેલા ભાવથી વધુ રાહતની અપેક્ષા નથી. બજારનાં જાણકારોનું કહેવું છે કે, આગામી દિવસોમાં ઈંધણનાં ભાવમાં મોટો ઉછાળો આવશે. આ સામાન્ય માણસ પર બોજ વધારવાનું કામ કરશે. IIFL સિક્યોરિટીઝનાં વાઇસ પ્રેસિડેન્ટ (કરન્સી એન્ડ એનર્જી રિસર્ચ) અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે યુ.એસ.માં કુદરતી ગેસ 12 વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આનું કારણ એ છે કે વૈશ્વિક બજારમાં ઈંધણ પુરવઠાનાં અભાવથી શિયાળા પહેલા દેશમાં ભય પેદા થયો છે. આના કારણે ગેસની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે, જેણે ભાવ વધારવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો – ધરતીકંપ / પાકિસ્તાનમાં આવ્યો ભયાનક ભૂકંપ, 15 થી વધુ લોકોનાં મોત

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઉછાળો યથાવત છે. તેની સૌથી મોટી અસર ભારતમાં દેખાઈ રહી છે. દેશભરમાં મોંઘા પેટ્રોલને કારણે લોકો પરેશાન થઇ ગયા છે, મોટાભાગનાં રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર વેચાઈ રહ્યું છે. દરમિયાન, ઓક્ટોબરમાં તેલનાં ભાવ પર મોંઘવારીની અસર અટકવાનું નામ નથી લઈ રહી. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​(ગુરુવારે) એટલે કે 07 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલનાં નવા દરો જાહેર કર્યા છે. ઓઇલ કંપનીઓએ આજે ​​પણ ડીઝલ અને પેટ્રોલ બંનેનાં ઈંધણનાં ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમત વિક્રમી સ્તરે છે અને બંને ઈંધણની કિંમતમાં દરરોજ 30-35 પૈસાનો વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓનાં તાજેતરનાં અપડેટ્સ અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં આજે (07 ઓક્ટોબર) પેટ્રોલ 103.24 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 109.25 રૂપિયાનાં વિક્રમી સ્તરે પહોંચી ગયું છે. જો તમે દેશનાં ચાર મહાનગરોની સરખામણી કરો, તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘુ છે.

આ પણ વાંચો – મંજૂરી / મેલેરિયા સામે રક્ષણ આપતી વિશ્વની પ્રથમ રસીને ‘WHO’એ આપી મંજૂરી

જણાવી દઇએ કે, ઓઇલ નિકાસ કરનારા દેશોનાં સંગઠન ઓપેકે પણ માંગ મુજબ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ધીમે ધીમે વધારવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) નાં ભાવમાં ઝડપથી વધારો થયો છે. આની સીધી અસર ભારતીય બજાર પર પડી છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણની કિંમતોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, બુધવારે LPG ની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પણ રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યા હતા. છેલ્લા એક વર્ષમાં LPG 305.50 રૂપિયા મોંઘુ થયું છે. આ વર્ષે 1 સપ્ટેમ્બરનાં રોજ 14.2 કિલો બિન સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ 17 ઓગસ્ટનાં રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.