વિવાદ/ સોખડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વીડિયો થયો વાયરલ, મહિલા સેવિકાએ સંતો પર કર્યા ગંભીર આક્ષેપો

સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. જેમાં મહિલાઓ ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતી નજરે પડી રહી છે.

Gujarat Vadodara
a 104 સોખડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વીડિયો થયો વાયરલ, મહિલા સેવિકાએ સંતો પર કર્યા ગંભીર આક્ષેપો
  • સોખડા મંદિર ફરી વિવાદમાં
  • હરિધામમાં બે ગાદી નહીં થાય
  • બૈરીને એક જ ધણી હોય  બે ના હોય
  • મંદિરના વહિવટમાં ચાલકો જૂથવાદ સામે આવ્યો

સોખડા હરિધામ મંદિર ફરી એકવખત ચર્ચામાં આવ્યું છે.અહીં મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે.અને બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો છે. રવિવારે સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. જેમાં મહિલાઓ ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતી નજરે પડી રહી છે.

આ પણ વાંચો :રિવરફ્રન્ટ વોક વે પરથી મહિલાએ 5 મહિનાના દિકરા સાથે લગાવી મોતની છલાંગ

ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મંદિરની ગાદી માટે પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વિવાદ ઉભો થયો છે તો બીજી બાજુ પૂ.હરિપ્રસાદજીના દેહવિલય બાદ હરિધામમાંથી હરિ જ અદ્રશ્ય થઈ ગયા છે.સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો વીડિયો વાયરલમાં હરિધામના ચાર પીલર પૈકીના એક જે.એમ.દવેની હાજરીમાં પુનમબેને વાણીવિલાપ કર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓ જણાવે છે કે હરિધામમાં બે ગાદી નહિ થાય, બે ધણી ના હોય, ગુણાતીતને મારી નાખીશ. વિડિયોમાં સત્સંગી મહિલાઓનો મંદિરના ટ્રસ્ટી સામે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે વડોદરાના સેવક અનુજને માર મારતા પ્રેમસ્વરૂપ સ્વામીના ચાર સંતોનો વીડિયો વાયરલ થતાં હરિધામમાં દાવાનળ પ્રકટ્યો હતો. અનુજ હજુ પોલીસ સમક્ષ આવતો નથી, અશોક પટેલના તાબામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. સત્સંગી મહિલાઓનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં મહિલા ગુણાતિતનું નામ વારંવાર આવે છે આ ગુણાતિત કોણ છે તે અંગે સોખડાના હરિભક્તો સાથે વાત કરતા જાણવા મળ્યું કે વર્ષ 2006માં હરિપ્રસાદ સ્વામીએ પોતાને ભગવાન સ્વામિનારાયણના અવતાર તરીકે જાહેર કર્યા હતા અને પ્રબોધ સ્વામીને ગુણાતિત તરીકે જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :ફ્રન્ટલાઈન વોરિયર્સ ગણાતાં પોલીસ અને ડોક્ટર્સ કોરોનાની ઝપેટમાં, મેડિકલ સુપ્રિ સહિત, 85

આ પણ વાંચો :P.S.I અને L.R.Dના નોકરી ઈચ્છુકોને છેતરતી બંટી-બબલીની પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચો :રાજ્યનાં વધુ એક પૂર્વ મંત્રી કોરોના સંક્રમિત, સરકારની વધી ચિંતા

આ પણ વાંચો :કોરોનાનાં 21 મહિનામાં દેશમાં લાખો બાળકો થયા અનાથ, ગુજરાત ત્રીજા ક્રમે