Not Set/ બોટાદમાં આકાશમાંથી એવું કંઈક પડ્યું કે લોકો જોતા રહી ગયા

બોટાદ જિલ્લાના ગઢીયા ગામમાં શંકાસ્પદ આકાશી ગોળો પડ્યો હતો. ગઢિયા ગામના સીમમાં બે ગોળા જેવો પદાર્થ પડ્યો હતો જેના કારણે ગ્રામજનો આશ્ચર્યચકિત થયા હતા.

Top Stories Gujarat Others
2 4 6 બોટાદમાં આકાશમાંથી એવું કંઈક પડ્યું કે લોકો જોતા રહી ગયા

સૌરાષ્ટ્રના એક ગામમાં અવકાશી ગોળા પડવાની ઘટનાએ સૌકોઈમાં કુતૂહલ જગાડ્યું છે. શુક્રવારે બોટાદ જિલ્લાના ગઢીયા ગામમાં શંકાસ્પદ આકાશી ગોળો પડ્યો હતો. ગઢિયા ગામના સીમમાં બે ગોળા જેવો પદાર્થ પડ્યો હતો જેના કારણે ગ્રામજનો આશ્ચર્યચકિત થયા હતા. આ ગોળાને જોવા માટે આસપાસના ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા તેમજ પોલીસ પણ ગોળા પડવાના સ્થળે પહોચી હતી. રાણપુર પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

વધુ વિગત અનુસાર સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવકાશમાંથી રાત્રિ સમયે ગોળા જેવો પદાર્થ પડવાની ઘટનાઓ બની રહી છે. બોટાદ જિલ્લાના ગઢીયા ગામમાં શંકાસ્પદ આકાશી ગોળો પડ્યો હતો. ગઢિયા ગામના સીમમાં બે ગોળા જેવો પદાર્થ પડ્યો હતો જેના કારણે ગ્રામજનો આશ્ચર્યચકિત થયા હતા. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લા બાદ ખેડા જિલ્લામાં પણ આવી ઘટના બની હતી. નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં ગત રાત્રે લગભગ બે-અઢી વાગ્યાની આસપાસ એક ગોળાકાર જેવો પદાર્થ અહીં પડ્યો હતો.‌ મધરાત બાદ ધડામ કરતો અવાજ આવતાં અક્ષર પોલ્ટ્રી ફાર્મમા સૂઇ રહેલા મહેન્દ્ર પટેલ ઊંઘમાંથી ઉઠી ગયા હતા. દરવાજો ખોલી જોતાં ખુલ્લામાં એક ગોળાકાર પદાર્થ પડ્યો હતો. જેમાંથી ધુમાડો પણ નીકળતો હતો. વહેલી સવારે મહેન્દ્ર પટેલેએ આ વાતની જાણ ગામના સરપંચને કરી હતી. આથી સરપંચે ઘટનાસ્થળે જઇ ચકલાસી પોલીસને જાણ કરી હતી.

123

આ પણ વાંચો : દિલ્હીમાં ભારે વરસાદ,રાજનાથ સિંહની ફ્લાઈટ સહિત અનેક વિમાનો કરાયા ડાયવર્ટ