Ahmedabad/ અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં વડાપ્રધાન મોદીના ભત્રીજી સોનલ મોદીએ નોંધાવી દાવેદારી

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેમના માતા હીરાબા તેઓની પ્રત્યેની લાગણીના કારણે ખાસ ચર્ચામાં રહેતા હોય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખાસ મોટા દિવસો પર તેઓના આશીર્વાદ લેવા

Gujarat
1

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેમના માતા હીરાબા તેઓની પ્રત્યેની લાગણીના કારણે ખાસ ચર્ચામાં રહેતા હોય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખાસ મોટા દિવસો પર તેઓના આશીર્વાદ લેવા માટે ગુજરાત આવતા હોય છે. જ્યારે તેઓનો પરિવાર રાજકારણથી દુર છે અને વડાપ્રધાન મોદી ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં મોદીના પરિવારમાંથી કોઈ રાજકારણમાં આવ્યું નથી. ત્યારે હવે પ્રહલાદ મોદીની પુત્રી સોનલ મોદીએ અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી દાવેદારી નોંધાવી અને ટિકિટ માગી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

Political / AAP ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ બેઘર લોકો માટે ‘મિશન સહારા’ શરૂ કર્યું

વડાપ્રધાન મોદીની ભત્રીજીએ અમદાવાદ મનપાની ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. જોકે પોતે પરિવાર વાતમાં ન માનતા હોય દાવેદારી મુદ્દે સોનલ મોદીનું કહેવું છે કે ” મેં વડાપ્રધાનના પરિવાર તરીકે નહી પણ ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માગી છે. મને ટિકિટ આપવી કે નહી તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. અને મને કોઈ પણ કામગીરી આપવામાં આવશે તે હું કરીશ. ભાજપના અનેક કાર્યક્રમોમાં સહયોગ આપ્યો છે. પરંતુ મે ક્યારેય મીડિયા સમક્ષ આવવાનું પસંદ નથી.”

Covid-19 / ગુજરાતીઓ આનંદો!! છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયા એક પણ લોકોનાં મોત

રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. 21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થવા જઈ રહ્યું છે જેને લઈને અત્યારથી મુરતિયાની પસંદગીને લઈને રાજકીય પાર્ટીઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Election / સોમવાર થી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ, ભાજપ-કોંગ્રેસ સિવાયના રાજકીયપક્ષ પણ સક્રિય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…