Not Set/ ખાનગીકરણ મામલે સોનિયા ગાંધીનાં સરકાર પર આકરા પ્રહાર, પુછ્યા આવા સવાલ!!

યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્રારા રાયબરેલી રેલવે કોચ ફેકટરીનું ખાનગી કરણ કરવાનો મુદ્દો લોકસભામાં ઉઠાવી સરકાર પર પ્રહાર કર્યા હતા. ગાંધીએ સરકાર પર થોડાક અબજોપતિ ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માટે સરકારી કંપનીઓને સંકટમાં નંખાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ગાંધીઓ જણાવ્યું કે સરકાર દ્રારા સરકાર કંપનીઓને ખુબ નજીવા ભાવમાં પૂંજીપતિઓને રેલવેની મૂલ્યવાન અસ્કયામતો સોંપવામાં આવી રહી છે […]

Top Stories India
sonia gandhi ખાનગીકરણ મામલે સોનિયા ગાંધીનાં સરકાર પર આકરા પ્રહાર, પુછ્યા આવા સવાલ!!

યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્રારા રાયબરેલી રેલવે કોચ ફેકટરીનું ખાનગી કરણ કરવાનો મુદ્દો લોકસભામાં ઉઠાવી સરકાર પર પ્રહાર કર્યા હતા. ગાંધીએ સરકાર પર થોડાક અબજોપતિ ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માટે સરકારી કંપનીઓને સંકટમાં નંખાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ગાંધીઓ જણાવ્યું કે સરકાર દ્રારા સરકાર કંપનીઓને ખુબ નજીવા ભાવમાં પૂંજીપતિઓને રેલવેની મૂલ્યવાન અસ્કયામતો સોંપવામાં આવી રહી છે અને આ માટે રાયબરેલીની આધુનિક અને નફો કરતી રેવલે કોચ બનાવવતી મોર્ડન કોચ કંપનીને પસંદ કરવામાં આવી છે તે દુર્ભાગ્ય પૂર્ણ વાત છે.

 soniya ખાનગીકરણ મામલે સોનિયા ગાંધીનાં સરકાર પર આકરા પ્રહાર, પુછ્યા આવા સવાલ!!

સોનિયા ગાંધીએ આ મુદ્દો લોકસભામાં ઝીરો કલાકમાં ઉઠાવ્યો હતો. અને કહ્યું કે સરકાર એક સંસદીય યોજના અંતરગત રાયબરેલીની આધુનિક કોચ ફેક્ટરી સહિત કેટલીક રેલ્વે એકમોનું ખાનગીકરણ કરવાની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “જે લોકો નિગમીકરણનો સાચો અર્થ જાણતા નથી, હું તેમને કહેવા માંગું છું કે આ ખરેખર તો નિગમીકરણ નહી પરંતુ ખાનગીકરણની શરૂઆત છે. આ યોજના મારફતે સરકાર દેશની મુલ્યવાન કંપનીઓને કોડીની કિંમતે ખાનગી ક્ષેત્રની સોંપી રહી છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર દ્રારા લેવામા આવી રહેલા આવા પગલા હજારો લોકોને બેરોજગાર બનાવશે.  યુપીએના પ્રમુખે જણાવ્યું હતું કે, “વાસ્તવિક ચિંતા એ છે કે સરકારે આ પ્રયોગ માટે રાયબરેલીની આધુનિક કોચ ફેક્ટરી પસંદ કરી છે, જે ઘણા સફળ પ્રોજેક્ટ્સ પૈકી એક છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની આગેવાની હેઠળ, યુપીએ સરકારે દેશના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું હતું. અને આ કંપનીનો પાયો નાંખ્યો હતો.  આ ફેક્ટરી આજે મૂળભૂત ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરે છે. તે ભારતીય રેલવેની સૌથી આધુનિક ફેક્ટરી છે. શ્રેષ્ઠ એકમો છે શ્રેષ્ઠ અને સસ્તી કોચ બનાવવા માટે પ્રખ્યાત.

Indian Railways Rae Bareli Coach Factory ખાનગીકરણ મામલે સોનિયા ગાંધીનાં સરકાર પર આકરા પ્રહાર, પુછ્યા આવા સવાલ!!

દુર્ભાગ્યે આ ફેક્ટરીમાં કામ કરતાં 2000 થી વધુ કામદારો અને કર્મચારીઓ અને તેમના પરિવારોનું ભવિષ્ય કટોકટીમાં છે. તેમણે કહ્યું કે તે સમજવું મુશ્કેલ છે કે શા માટે સરકાર આ ઔદ્યોગિક એકમને નિગમીકરણમાં સામેલ કરવા માંગે છે. ગાંધીઓ મોદી સરકાર પર હુમલો કરતા આરોપ મૂક્યો કે સરકારે આ નિર્ણયને એક રહસ્યમય રીતે ગુપ્ત રાખ્યો છે. કંપનીનાં શ્રમ યુનિયનો અને કારખાનાઓના કામદારોને ફણ વિશ્વાસમાં લેવામાં આવ્યાં નથી. તેમણે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રનાં સાહસોનો(PSEs) મૂળભૂત હેતુ જાહેર કલ્યાણ માટે હોય છે. પંડિત જવાહરલાલ નેહરુએ પીએસયુને આધુનિક ભારતનું મંદિર ગણાવ્યું હતું. આજે દુઃખ થાય છે કે સરકાર આ ‘મંદિરને જોખમમાં મુકી રહી છે’.

mordern coach co ખાનગીકરણ મામલે સોનિયા ગાંધીનાં સરકાર પર આકરા પ્રહાર, પુછ્યા આવા સવાલ!!

સોનિયા ગાંધી દ્રારા સરકાર પર અક્રમક અને તિક્ષ પ્રહાર કરવાની સાથે કહેવામા આવ્યું કે HAL, BSNL અને MTNL સાથે શું થઈ રહ્યું છે તેનાંથી કોઈ અજાણ નથી. સરકારને મારી વિનંતી છે કે રાયબરેલીની આધુનિક કોચ ફેક્ટરી, તેમજ દેશની તમામ જાહેર ક્ષેત્રની કંપનીઓ અને મિલકતોને સરકારે રક્ષણ આપવું જોઇએ અને તેમના કામદારો, કર્મચારીઓ અને પરિવારો ચાલતા રહે તે વિશે વિચારવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન